સની દેઓલ ‘બૉર્ડર 2’ને સફળતાની ઊંચાઈએ લઈ જશે એવું મેકર્સનું માનવું છે.
સની દેઓલ
સની દેઓલ હાલમાં તેની ‘ગદર 2’ની સફળતાને માણી રહ્યો છે. એવામાં જાણવા મળ્યું છે કે તેની ‘બૉર્ડર’ની સીક્વલ બનવાની છે. સની દેઓલ ‘બૉર્ડર 2’ને સફળતાની ઊંચાઈએ લઈ જશે એવું મેકર્સનું માનવું છે. એથી તેને આ ફિલ્મમાં લેવા માટે મેકર્સ ખૂબ આતુર છે. હવે એ ફિલ્મ માટે સની દેઓલે પચાસ કરોડ રૂપિયા ફી લીધી હોવાનું જાણવા મળ્યું છે. સાથે જ પ્રૉફિટમાં પણ ભાગીદારી રાખવાનો છે. ફિલ્મનું શૂટિંગ આવતા વર્ષે શરૂ થશે. આ ફિલ્મને ભારતીય સિનેમાના ઇતિહાસની સૌથી ભવ્ય વૉર ફિલ્મ બનાવવાનો મેકર્સનો દાવો છે. આ ફિલ્મમાં કદાચ આયુષમાન ખુરાના, ઍમી વિર્ક અને અહાન શેટ્ટી પણ જોવા મળશે. આ ફિલ્મ માટે અન્ય કલાકારોનાં નામ ફાઇનલ થવાનું હજી બાકી છે.


