એ વાતની જાણ તેના ફૅન્સને થતાં લોકોનાં ટોળાં તેની કારને ઘેરી વળ્યાં હતાં
સાઉથનો સ્ટાર રામ ચરણ
સાઉથનો સ્ટાર રામ ચરણ આંધ્ર પ્રદેશમાં આવેલા શ્રી કુક્કુટેશ્વર સ્વામીના મંદિરે દર્શન કરવા ગયો હતો. આ મંદિર પ્રત્યે રામ ચરણ અને તેના પરિવારને ખૂબ આસ્થા છે. રામ ચરણના ડૅડી ચિરંજીવીને પદ્મવિભૂષણથી નવાજવામાં આવ્યા છે એથી તે મંદિરે માથું નમાવવા ગયો હતો. એ વાતની જાણ તેના ફૅન્સને થતાં લોકોનાં ટોળાં તેની કારને ઘેરી વળ્યાં હતાં. લોકો મોબાઇલમાં તેને ક્લિક કરવા આતુર બન્યા હતા. એ સિવાય તે જ્યારે આંધ્ર પ્રદેશના રાજામુંદ્રી ઍરપોર્ટ પર પહોંચ્યો તો ત્યાં પણ લોકોની ભીડ તેને ઘેરી વળી હતી. તેની ફિલ્મ ‘RRR’ને કારણે તેની પૉપ્યુલરિટી વધી ગઈ છે. તે ગ્લોબલ સ્ટાર કહેવાય છે. બીજી તરફ ‘પુષ્પા’ ફેમ અલ્લુ અર્જુન પણ ખૂબ ફેમસ છે. તેનો ફ્રેન્ડ શિલ્પા રવિ ચન્દ્ર કિશોર રેડ્ડી જે યુવાજન શ્રમિક રાયથુ કૉન્ગ્રેસ પાર્ટી વતી ઇલેક્શનમાં ઊતર્યો છે તેને સપોર્ટ કરવા અલ્લુ અર્જુન તેની વાઇફ સ્નેહા રેડ્ડી સાથે આંધ્ર પ્રદેશના નાંદ્યાલ ગયો હતો. એ વખતે તેને મળવા માનવમહેરામણ ઊમટી આવ્યો હતો.
![Join Whatsapp Channel Whatsapp-channel](https://www.gujaratimidday.com/assets/images/whatsapp-desk-modified.png)
![Join Whatsapp Channel Whatsapp-channel](https://www.gujaratimidday.com/assets/images/whatsapp-mobile.png)