સની લીઓની હાલમાં ડેટિંગ રિયલિટી શો ‘Mtv સ્પ્લિટ્સવિલા X5 : એક્સક્વીઝ મી પ્લીઝ’ હોસ્ટ કરી રહી છે.
સની લીઓની
સની લીઓનીએ પુરુષના સ્વભાવની વ્યાખ્યા આપતાં તેમને સરળ ગણાવ્યા છે અને મહિલાઓને તેણે કૉમ્પ્લીકેટેડ ગણાવી છે. સની લીઓની હાલમાં ડેટિંગ રિયલિટી શો ‘Mtv સ્પ્લિટ્સવિલા X5 : એક્સક્વીઝ મી પ્લીઝ’ હોસ્ટ કરી રહી છે. આ શો Mtv અને જિયો સિનેમા પર ટેલિકાસ્ટ થાય છે. એ શોમાં સની લીઓનીએ કહ્યું કે ‘પુરુષો ખૂબ સિમ્પલ હોય છે. તેમને જે જોઈતું હોય એ તેઓ માગી લે છે. જોકે અમે મહિલાઓ કૉમ્પ્લીકેટેડ છીએ. હમ નહીં બતાતે, હમેં ઐસા લગતા હૈ કિ... તેઓ જાતે જ સમજી લે.’
ડૉક્ટર રામ ચરણ
ADVERTISEMENT
રામ ચરણને ચેન્નઈની વેલ્સ ઇન્સ્ટિટ્યૂટ ઑફ સાયન્સ, ટેક્નૉલૉજી ઍન્ડ ઍડ્વાન્સ સ્ટડીઝ દ્વારા ડૉક્ટરની માનદ પદવી આપવામાં આવી છે. આ યુનિવર્સિટીની ૧૪મી ગ્રૅજ્યુએશન સેરેમનીમાં તે ચીફ ગેસ્ટ તરીકે ગયો હતો. આ પહેલાં આ યુનિવર્સિટી દ્વારા ફાઇનૅન્સ મિનિસ્ટર નિર્મલા સીતારમણ અને ડિરેક્ટર શંકર જેવી અન્ય સેલિબ્રિટીને આ પદવી આપવામાં આવી હતી. રામ ચરણે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આપેલા તેના યોગદાન બદલ તેને આ પદવી આપવામાં આવી છે.
બૉયફ્રેન્ડ ઇબ્રાહિમ અલી ખાનની ફૅમિલી સાથે વેકેશન માણી રિટર્ન થઈ પલક તિવારી
પલક તિવારી હાલમાં જ તેના કહેવાતા બૉયફ્રેન્ડ ઇબ્રાહિમ અલી ખાન અને તેની ફૅમિલી સાથે મુંબઈ ઍરપોર્ટ પર જોવા મળી હતી. પલક, ઇબ્રાહિમ, સારા અલી ખાન અને અમ્રિતા સિંહ ગોવાથી રિટર્ન થયાં હતાં. સારા તેના ભાઈ અને મમ્મી સાથે ફૅમિલી-વેકેશન માટે ગઈ હતી. આ વેકેશનમાં પલક તિવારી પણ જોવા મળી હતી. પલક અને ઇબ્રાહિમ ઘણી વાર સાથે જોવા મળે છે અને રિલેશનશિપમાં હોવાની પણ ચર્ચા છે. જોકે ફૅમિલી-વેકેશન પર સાથે ગયા હોવાથી તેઓ રિલેશનશિપને લઈને સિરિયસ હોય એવી ચર્ચા ચાલી રહી છે. આમ છતાં બન્ને હંમેશાં એમ જ કહેતાં જોવા મળ્યાં છે કે તેઓ સારા ફ્રેન્ડ્સ છે.
અંજુમ ફકીહની થઈ સર્જરી
‘કુંડલી ભાગ્ય’ અને ‘ખતરોં કે ખિલાડી’ માટે જાણીતી અંજુમ ફકીહની હાલમાં સર્જરી કરવામાં આવી છે. અંજુમ તેની લાઇફમાં હાલમાં કપરા સમયમાંથી પસાર થઈ રહી છે. તેની પર્સનલ લાઇફને લઈને તે હંમેશાં ચર્ચામાં રહી છે. તેના બ્રેકઅપને લઈને પણ તે ચર્ચામાં હતી તેમ જ ‘કુંડલી ભાગ્ય’માંથી બ્રેક લઈને તે ‘ખતરોં કે ખિલાડી ૧૩’માં ગઈ હતી ત્યારે પણ તે ચર્ચામાં રહી હતી. તેણે હાલમાં જ તેનો ફોટો શૅર કરીને તેના ફૅન્સને હેલ્થ વિશે અપડેટ આપ્યું છે. તેની નાની સર્જરી થઈ છે અને હવે બધું બરાબર હોવાનું તેણે કહ્યું છે. જોકે શેની સર્જરી કરી છે એ વિશે તેણે કંઈ જણાવ્યું નથી. ગરમી ખૂબ જ વધી રહી છે એ વિશે તેણે ચિંતા વ્યક્ત કરી હતી.
બેબીમૂનને એન્જૉય કરી રહી છે દીપિકા
દીપિકા પાદુકોણ હાલમાં તેના બેબીમૂનને એન્જૉય કરી રહી છે. દીપિકા પ્રેગ્નન્ટ છે અને પ્રેગ્નન્સી દરમ્યાન પતિ સાથે ફરવા જાય એને બેબીમૂન કહેવામાં આવે છે. તેઓ બીચ પર ફરવા ગયાં છે. આ દરમ્યાન દીપિકા ટૅન થઈ ગઈ છે. તેની ચામડીનો કલર બદલાઈ ગયો છે અને દીપિકાએ એ ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કર્યો છે. આ ફોટો રણવીર સિંહે ક્લિક કર્યો હતો. દીપિકા અને રણવીર બન્ને હવે ‘સિંઘમ અગેઇન’માં જોવા મળવાનાં છે.
વિઝ્યુઅલ ઇફેક્ટ્સ દ્વારા રામ નથી બનવા માગતો રણબીર કપૂર
રણબીર કપૂર તેની આગામી ફિલ્મ ‘રામાયણ’ માટે ખૂબ નિષ્ઠાથી કામ કરી રહ્યો છે. તેની ઇચ્છા છે કે આ ફિલ્મમાં તેના રામના પાત્ર માટે વિઝ્યુઅલ ઇફેક્ટ્સ અને કમ્પ્યુટર ગ્રાફિક્સનો ઉપયોગ ન કરવામાં આવે. આ વાત તેણે ફિલ્મના ડિરેક્ટર નિતેશ તિવારીને જણાવી છે. ફિલ્મનું શૂટિંગ શરૂ થઈ ગયું છે. આ ફિલ્મમાં સીતાના રોલમાં સાઈ પલ્લવી દેખાવાની છે. વર્તમાનમાં ફિલ્મોમાં વિઝ્યુઅલ ઇફેક્ટ્સ અને ગ્રાફિક્સનો ભરપૂર પ્રમાણમાં ઉપયોગ થાય છે. એના દ્વારા ઍક્ટરને યુવાન, વૃદ્ધ, હેવી વેઇટ કાં તો પાતળા દેખાડવામાં આવે છે; જેનો ઉપયોગ કરવાની રણબીરે ચોખ્ખી ના પાડી દીધી છે. રણબીર કપૂર પોતાના આ રોલ માટે ઇન્ટેન્સ વર્કઆઉટ કરી રહ્યો છે. ગયા વર્ષે રિલીઝ થયેલી તેની ‘ઍનિમલ’ બાદ તે ‘રામાયણ’ માટે વજન ઘટાડવા પર વધુ ધ્યાન આપી રહ્યો છે.
_e.jpg)
સલમાન ખાનના ભાઈ સોહેલ ખાને ઈદ દરમ્યાન ખાસ પાર્ટીનું આયોજન કર્યું હતું. એમાં તેમની ફૅમિલી અને ફ્રેન્ડ્સે હાજરી આપી હતી. એમાં સલમાન પ્રિન્ટેડ પૅન્ટ પહેરીને પહોંચ્યો હતો. તેની ફૅશન-ચૉઇસ લોકોમાં ચર્ચાનો વિષય બની ગઈ છે. એ જોઈને લોકો સોશ્યલ મીડિયામાં તેને ટ્રોલ કરવા માંડ્યા છે તો કેટલાક લોકોને તેની સ્ટાઇલ પસંદ પડી છે. સૌનું ધ્યાન તેના આ પૅન્ટ પર ખેંચાયું છે. સોશ્યલ મીડિયામાં એક યુઝરે કમેન્ટ કરી કે તેણે બૉલીવુડના સ્ટાર રણવીર સિંહનું પૅન્ટ પહેર્યું છે તો અન્યએ કટાક્ષ કર્યો કે આવું પૅન્ટ ક્યાંથી મળશે? અન્ય એકે કમેન્ટ કરી કે OG કિંગ ઑફ છપરી. વધુ એકે લખ્યું કે આ તે કેવી ડ્રેસિંગ-સેન્સ છે?

