૨૦૧૧માં બન્ને વચ્ચે મોટો ઝઘડો થયો હતો. બન્ને વચ્ચે અનેક વખત વિવાદ પણ થયો હતો.
બાદશાહ અને હની સિંહ
સિંગર બાદશાહે તાજેતરમાં સિંગર હની સિંહની જાહેરમાં માફી માગી છે અને જણાવ્યું કે તે પરસ્પર મતભેદ દૂર કરવા માગે છે. તો બીજી તરફ હની સિંહ તેને પોતાનો મિત્ર નથી ગણતો. ૨૦૧૧માં બન્ને વચ્ચે મોટો ઝઘડો થયો હતો. બન્ને વચ્ચે અનેક વખત વિવાદ પણ થયો હતો. હવે બાદશાહ આ દુશ્મનીને ખતમ કરવા માગે છે અને એથી તેણે હની સિંહની માફી માગી લીધી છે. બાદશાહની માફી પર હની સિંહ કહે છે, ‘મને સમજમાં નથી આવતું કે તે શું કહી રહ્યો છે. શું હું કદી પણ કોઈના વિશે ઘસાતું બોલ્યો છું? લોકો કહે છે કે મતભેદ થયો હતો. એક માણસ વર્ષો સુધી મારા વિશે વાતો કરતો રહ્યો અને પછી એક દિવસ અચાનક તે માફી માગી લે છે. એના વિશે હું શું કહું. મને તેની સાથે કોઈ લેવાદેવા નથી. હું તેને મારો મિત્ર નથી માનતો. તે કદી પણ મારો ફ્રેન્ડ નહોતો. મેં પણ સાંભળ્યું છે કે તેણે અમારી વચ્ચેના મતભેદનું વર્ણન કર્યું છે. મારા વિશે તેના દિમાગમાં અલગ જ સ્ટોરી ચાલી રહી છે. અનેક વર્ષો બાદ તેને હવે એહસાસ થયો છે. ભગવાન શિવ તેના પર દયા કરે. મને આશા છે કે તે જીવનમાં વધુ સફળ થશે. ફ્રેન્ડશિપમાં મેં કદી પણ એક ભાઈને બીજા ભાઈનું અપમાન કરતાં નથી જોયો.’


