Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > Sourav Ganguly Biopic : સૌરવ ગાંગુલીએ પોતાની બાયોપિક માટે આ એક્ટરનું નામ કર્યું કન્ફર્મ, ક્યારે આવશે ફિલ્મ?

Sourav Ganguly Biopic : સૌરવ ગાંગુલીએ પોતાની બાયોપિક માટે આ એક્ટરનું નામ કર્યું કન્ફર્મ, ક્યારે આવશે ફિલ્મ?

Published : 21 February, 2025 02:28 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

Sourav Ganguly Biopic: રાજકુમાર રાવ મુખ્ય ભૂમિકા ભજવશે પરંતુ તારીખનો મુદ્દો સ્પષ્ટ નથી, તેથી તેને પડદા પર આવવામાં એક વર્ષથી વધુ સમય લાગશે

સૌરવ ગાંગુલી (સૌજન્ય - ઇન્સ્ટાગ્રામ)

સૌરવ ગાંગુલી (સૌજન્ય - ઇન્સ્ટાગ્રામ)


Sourav Ganguly Biopic: અનેક સ્પોર્ટ્સ પર્સનની બાયોપિક્સ બની ચૂકી છે. હવે જાણીતા ક્રિકેટર સૌરવ ગાંગુલીની બાયોપિક બનવા જઇ રહી છે. હવે આ બાયોપિકને લઈને મહત્વના અપડેટ સામે આવ્યા છે.  સૌરવ ગાંગુલીએ પોતે આ બાયોપિક વિષે વાત કરી છે અને તેમાં કયો એક્ટર રોલ કરવાનો છે તે પણ જાહેર કર્યું છે.  મીડિયા સાથે વાત કરતાં ક્રિકેટરે જણાવ્યું હતું કે રાજકુમાર રાવ તેનો રોલ ભજવવાનો છે. જોકે, આ ફિલ્મની તારીખોને લઈને હજી કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. એકાદ વર્ષમાં તે આવે એવી ધારણા છે.

સૌરવ ગાંગુલીની બાયોપિક (Sourav Ganguly Biopic)માં રાજકુમાર રાવ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. "મેં જે સાંભળ્યું છે તે મુજબ, રાજકુમાર રાવ (મુખ્ય ભૂમિકા) ભજવશે પરંતુ તારીખનો મુદ્દો સ્પષ્ટ નથી, તેથી તેને પડદા પર આવવામાં એક વર્ષથી વધુ સમય લાગશે " 



તમને જણાવી દઈએ કે રાજકુમાર રાવની આગામી ફિલ્મ ભૂલ ચુક માફ રીલીઝ થવાની છે. આ ફિલ્મની વાત કરીએ તો ફિલ્મમાં વામિકા ગબ્બી પણ મુખ્ય ભૂમિકામાં આવવાની છે. તાજતેરમાં જ ફિલ્મનું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું હતું, અને તેને સારો પ્રતિસાદ (Sourav Ganguly Biopic) પણ મળ્યો હતો. ટીઝરની શરૂઆતમાં રાજકુમાર અને વામિકાના પરિવારો તેમના લગ્નની તારીખો નક્કી કરતાં જોઈ શકાય છે. હલ્દી સમારોહ સુધી બધું વ્યવસ્થિત હોય એવું લાગે છે. પણ બીજા દિવસે તેને ખબર પડે છે કે હજી તો 29મી તારીખ જ છે. આમ અને હલ્દીની તૈયારીઓ ફરીથી થાય છે. રહસ્યમય સમય ચક્રની વાત લઈ આવતી આ કથા એકબાજુ મૂંઝવણ તો બીજી બાજુ હાસ્ય રજૂ કરે છે. કરણ શર્મા દ્વારા નિર્દેશિત ભૂલ ચુક માફ એમેઝોન એમજીએમ સ્ટુડિયોના સહયોગથી મેડોક ફિલ્મ્સ હેઠળ દિનેશ વિજન દ્વારા પ્રસ્તુત કરવામાં આવશે. રાજકુમાર રાવની આ ફિલ્મ 10 એપ્રિલે રિલીઝ થવાની છે. આ ફિલ્મ બાદ કુમાર તૌરાની દ્વારા નિર્મિત ફિલ્મ `માલિક`માં પણ તે ભૂમિકા ભજવવાનો છે.  


ક્રિકેટનો મહારાજ તરીકે ઓળખતા સૌરવ ગાંગુલી (Sourav Ganguly Biopic)એ ભારત માટે 113 ટેસ્ટ અને 311 વનડે મેચ રમી છે. આ બેટ્સમેને તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં તમામ ફોર્મેટમાં 18,575 રન ફટકાર્યા હતા. તેણે ક્રિકેટ એસોસિએશન ઓફ બંગાળ (સીએબી)ના પ્રમુખ તરીકે પણ સેવા આપી છે. બીસીસીઆઈની ટેકનિકલ સમિતિમાં પણ તેણે સલાહ આપી હતી. આ સાથે જ સચિન તેંડુલકર અને વીવીએસ લક્ષ્મણ સાથે ક્રિકેટ સલાહકાર સમિતિના સભ્ય તરીકે પણ કામ કર્યું છે. ગયા જ વર્ષે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)ના પ્રમુખ તરીકે તેની નિમણૂક કરાઇ હતી. તેણે ભારતને 21 ટેસ્ટ જીત અને 2003ના વિશ્વ કપની ફાઇનલમાં પહોંચાડી હતી. સૌરવ ગાંગુલીએ 2008માં પોતાની આંતરરાષ્ટ્રીય કારકિર્દીનો પ્રારંભ કર્યો હતો. 18,000થી વધુ આંતરરાષ્ટ્રીય રન પણ ફટકાર્યા હતા.


Whatsapp-channel Whatsapp-channel

21 February, 2025 02:28 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK