Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > સોનુ સૂદે માં કામાખ્યા દેવી મંદિરમાં દર્શન કર્યાં

સોનુ સૂદે માં કામાખ્યા દેવી મંદિરમાં દર્શન કર્યાં

Published : 21 May, 2026 11:16 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સોનુ સૂદ આસામના ગુવાહાટીમાં આવેલા પ્રસિદ્ધ શક્તિપીઠ માં કામાખ્યા દેવી મંદિરમાં દર્શન કરવા પહોંચ્યો હતો. તેણે પોતાની આ આધ્યાત્મિક યાત્રાની ઝલક સોશ્યલ મીડિયા પર શૅર કરી હતી.

સોનુ સૂદે માં કામાખ્યા દેવી મંદિરમાં દર્શન કર્યાં

સોનુ સૂદે માં કામાખ્યા દેવી મંદિરમાં દર્શન કર્યાં


સોનુ સૂદ આસામના ગુવાહાટીમાં આવેલા પ્રસિદ્ધ શક્તિપીઠ માં કામાખ્યા દેવી મંદિરમાં દર્શન કરવા પહોંચ્યો હતો. તેણે પોતાની આ આધ્યાત્મિક યાત્રાની ઝલક સોશ્યલ મીડિયા પર શૅર કરી હતી. સોનુએ શૅર કરેલા આ વિડિયોમાં તે સામાન્ય મુસાફરોની જેમ ટ્રેનમાં સફર કરીને મંદિરે પહોંચ્યો હતો અને અહીં તેણે માતાજીનાં દર્શન કર્યાં હતાં. વિડિયોમાં જોવા મળે છે કે મંદિરમાં અભિનેતાએ વિધિવત્ રીતે પૂજા-અર્ચના કરી હતી તેમ જ મંદિર પરિસરમાં ઘણો સમય વિતાવ્યો હતો. સોનુ સૂદને પોતાના વચ્ચે જોઈ મંદિરના સંચાલકો અને ત્યાં હાજર ભક્તો ઉત્સાહિત થયા હતા. મંદિર વ્યવસ્થાપન સમિતિએ પરંપરાગત રીતે તેનું ભવ્ય સ્વાગત કર્યું હતું અને અંગવસ્ત્ર તેમ જ માતાજીનું પ્રતીકચિહ્ન ભેટ આપી તેને સન્માનિત કર્યો હતો.


Whatsapp-channel Whatsapp-channel

21 May, 2026 11:16 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK