Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > `બટવારા 1947`નું દમદાર ટ્રેલર! ભાગલાનું દુ:ખ જોઈને તમારી આંખોમાં આવશે આંસુ

`બટવારા 1947`નું દમદાર ટ્રેલર! ભાગલાનું દુ:ખ જોઈને તમારી આંખોમાં આવશે આંસુ

Published : 28 July, 2026 02:32 PM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Batwara 1947 Trailer Out: આમિર ખાન પ્રોડક્શન્સની બહુપ્રતિક્ષિત ફિલ્મ `બટવારા 1947`નું ટ્રેલર રિલીઝ થયું, આ વખતે સની દેઓલ એક અલગ જ અવતારમાં દેખાય છે; આ ફિલ્મ ૧૪ ઓગસ્ટ, ૨૦૨૬ના રોજ ભાગલા દિવસે વિશ્વભરના સિનેમાઘરોમાં રિલીઝ થશે

આ ફિલ્મનું ટ્રેલર જોઈને તમારા પણ રુંવાડા ઉભા થઈ જશે

આ ફિલ્મનું ટ્રેલર જોઈને તમારા પણ રુંવાડા ઉભા થઈ જશે


આમિર ખાન પ્રોડક્શન્સ (Aamir Khan Productions)ની મોસ્ટ અવેટેડ ફિલ્મ `બટવારા 1947` (Batwara 1947)નું ટ્રેલર હાલમાં જ રિલીઝ કરવામાં આવ્યું છે અને રિલીઝ થતાં જ તે દર્શકોના દિલ જીતી રહ્યું છે.

આમિર ખાન પ્રોડક્શન્સની મોસ્ટ અવેટેડ ફિલ્મ `બટવારા 1947` જેનું નિર્દેશન રાજકુમાર સંતોષી (Rajkumar Santoshi)એ કર્યું છે અને જેમાં શબાના આઝમી (Shabana Azmi), સની દેઓલ (Sunny Deol) તથા પ્રીતિ ઝિન્ટા (Preity Zinta) મુખ્ય ભૂમિકામાં છે, તે વિભાજન દિવસ એટલે કે ૧૪ ઓગસ્ટ ૨૦૨૬ના રોજ વિશ્વભરના સિનેમાઘરોમાં રિલીઝ થશે.



`બટવારા 1947` ભારતીય સિનેમાની સૌથી ચર્ચિત ફિલ્મોમાંથી એક છે. ફિલ્મના નિર્માતાઓએ તેના ભાવુક પોસ્ટર્સ અને દમદાર ટીઝર રિલીઝ કરીને પહેલાથી જ ભારે ઉત્સુકતા જગાડી દીધી હતી. આ ઝલકો પરથી સ્પષ્ટ થઈ ગયું હતું કે ફિલ્મ મુશ્કેલ પરિસ્થિતિઓમાં માનવીના જુસ્સા અને અસ્તિત્વ ટકાવી રાખવાની સંઘર્ષગાથા દર્શાવશે. હવે લાંબી રાહ જોયા બાદ, મેકર્સે ફિલ્મનું બહુપ્રતીક્ષિત ટ્રેલર રિલીઝ કર્યું (Batwara 1947 Trailer Out) છે, જે ભારતના ભાગલાના સૌથી દર્દનાક તબક્કાની એક ભાવનાત્મક ઝલક રજૂ કરે છે.


ટ્રેલર આ યાદગાર વાર્તાના વિશાળ કેનવાસ અને તેની ઈમોશનલ સફરને સુંદર રીતે દર્શાવે છે. ૧૯૪૭ના વિભાજનની પૃષ્ઠભૂમિ પર બનેલી આ ફિલ્મ એક એવા પરિવારની વાર્તા છે, જેનું જીવન હિંસા, ભય અને બળજબરીપૂર્વકના સ્થળાંતરને કારણે સંપૂર્ણપણે બદલાઈ જાય છે. જે લોકો ક્યારેક સાથે રહેતા હતા, તેઓ ભાગલાની આગમાં એકબીજાથી વિખૂટા પડી જાય છે. પરંતુ આટલા દર્દ અને વિયોગ છતાં, ફિલ્મ એ દર્શાવે છે કે નફરત કરતાં માનવતા ઉપરી છે અને સૌથી મુશ્કેલ સમયમાં પણ આશાનો સાથ છોડવો જોઈએ નહીં.

ટ્રેલરમાં સની દેઓલ એક એવા વ્યક્તિના પાત્રમાં જોવા મળે છે જે કોઈપણ સંજોગોમાં પોતાના આત્મસન્માન અને સિદ્ધાંતો સાથે સમજૂતી નથી કરતો. બીજી તરફ, શબાના આઝમી એક વૃદ્ધ મહિલાની ભૂમિકામાં છે, જેમની સમજદારી, સાદગી અને મજબૂત વિચારસરણી સમગ્ર વાર્તાનું મુખ્ય બળ બનીને ઉભરે છે. પ્રીતિ ઝિન્ટા એક એવી મહિલાનું પાત્ર ભજવી રહી છે, જે અત્યંત વિપરીત સંજોગોમાં પણ પોતાના પરિવારને એકજૂથ રાખવાનો પૂરો પ્રયાસ કરે છે.


મોટા પાયે નિર્માણ પામેલા આ ટ્રેલરમાં ભાગલાનું દર્દ, ઊંડી ભાવનાઓ અને ભવ્ય વિઝ્યુઅલ્સ જોવા મળે છે. આ ફિલ્મ માત્ર એ કરૂણાંતિકાને જ નથી દર્શાવતી, પરંતુ એવા સામાન્ય લોકોની વાર્તા પણ સામે લાવે છે જેમણે આટલા મુશ્કેલ સમયમાં પણ પોતાની માનવતા, અપનાપન અને હિંમત જીવંત રાખ્યા હતા. શબાના આઝમી, સની દેઓલ, પ્રીતિ ઝિન્ટા અને અન્ય કલાકારોના ઉત્કૃષ્ટ અભિનયના બળે `બટવારા 1947` એક એવો સિનેમેટિક અનુભવ આપવાનું વચન આપે છે, જે ફિલ્મ પૂરી થયા પછી પણ લાંબા સમય સુધી પ્રેક્ષકોના દિલ અને મગજમાં ઘર કરી રહેશે.

અહીં જુઓ ટ્રેલરઃ

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Aamir Khan Productions (@aamirkhanproductions)

આ ફિલ્મમાં શબાના આઝમી, સની દેઓલ, પ્રીતિ ઝિન્ટા ઉપરાંત કરણ દેઓલ (Karan Deol), અલી ફઝલ (Ali Fazal) અને અભિમન્યુ સિંહ (Abhimanyu Singh) જેવા પ્રતિભાશાળી કલાકારો પણ જોવા મળશે. ખાસ વાત એ છે કે લગભગ ૩૦ વર્ષ બાદ રાજકુમાર સંતોષી અને સની દેઓલની હિટ જોડી ફરી એકવાર સાથે આવી છે.

આમિર ખાન પ્રોડક્શન્સના બેનર હેઠળ બનેલી `બટવારા 1947`નું નિર્દેશન રાજકુમાર સંતોષીએ કર્યું છે. ફિલ્મનું સંગીત એ. આર. રહેમાન (A. R. Rahman)એ આપ્યું છે, જ્યારે ગીતો જાવેદ અખ્તર (Javed Akhtar)એ લખ્યા છે. આ ફિલ્મને આમિર ખાન અને અપર્ણા પુરોહિત (Aparna Purohit)એ પ્રોડ્યુસ કરી છે. `બટવારા 1947` ૧૪ ઓગસ્ટ ૨૦૨૬ના રોજ વિશ્વભરના સિનેમાઘરોમાં રિલીઝ થશે.

Whatsapp-channel Whatsapp-channel

28 July, 2026 02:32 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK