હાલમાં બિહારના દરભંગાનો એક વિડિયો સોશ્યલ મીડિયા પર ખૂબ વાઇરલ થઈ રહ્યો છે, જેમાં બે ભાઈઓ સાઇકલ પર તિરંગો લઈને જઈ રહ્યા છે
આ વિડિયો સ્વતંત્રતાદિનના દિવસે જ વાઇરલ થયો અને એ સોનુ સૂદ સુધી પહોંચી ગયો
સોનુ સૂદ હંમેશાં ગરીબ અને નિરાધાર લોકોની મદદ માટે ઊભો રહે છે. તેની આ જ ખાસિયત તેને આખા દેશનો પ્રિય હીરો બનાવે છે. સોનુ સૂદે કોરોનાના સમયથી જ લોકોને મદદ કરવાનું શરૂ કર્યું હતું અને એક વાર ફરીથી તેણે લોકોનાં દિલ જીતી લીધાં છે.
હાલમાં બિહારના દરભંગાનો એક વિડિયો સોશ્યલ મીડિયા પર ખૂબ વાઇરલ થઈ રહ્યો છે, જેમાં બે ભાઈઓ સાઇકલ પર તિરંગો લઈને જઈ રહ્યા છે. એમાંથી મોટો ભાઈ સાઇકલ ચલાવે છે, જ્યારે નાનો ભાઈ પાછળ બેઠો છે. પૂછપરછ કરતાં મોટા ભાઈએ જણાવ્યું કે તેમના પપ્પાનું અવસાન થયું છે. માતા મુંબઈમાં સફાઈકામ કરે છે અને ઘરમાં મોટી બહેન બધું સંભાળે છે. મોટા ભાઈનો અભ્યાસ છૂટી ગયો છે અને તે ટોપીની ફૅક્ટરીમાં કામ કરે છે, પરંતુ તેણે નિર્ધાર કર્યો છે કે પૈસાને કારણે નાના ભાઈનો અભ્યાસ નહીં છૂટે.
ADVERTISEMENT
આ વિડિયો સ્વતંત્રતાદિનના દિવસે જ વાઇરલ થયો અને એ સોનુ સૂદ સુધી પહોંચી ગયો. સોનુએ વિડિયો ટ્વીટ કરીને લખ્યું છે, ‘સોમવારથી બન્ને ભાઈઓ સ્કૂલ જશે. નંબર મોકલી રહ્યો છું. દફ્તર તૈયાર કરી લેજો.’
સોનુ સૂદ હવે આ બન્ને ભાઈઓના અભ્યાસનો ખર્ચ ઉઠાવશે. તેણે સોશ્યલ મીડિયા પર આની જાહેરાત કરી દીધી છે.


