આ વિડિયો વાઇરલ થયા બાદ પોતાના સોશ્યલ મીડિયા પર એક સત્તાવાર નિવેદન આપીને સ્પીતિ પોલીસે તપાસ કરવાની શરૂઆત કરી
સોનુ સૂદ
હાલમાં સોનુ સૂદનો એક વિડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો હતો જેમાં તે ખુલ્લા શરીરે હેલ્મેટ વગર સ્પીતિ ખીણના વિસ્તારમાં બાઇક ચલાવતો જોવા મળે છે. આ વિડિયો વાઇરલ થતાં જ વિવાદ શરૂ થઈ ગયો હતો. આ વિડિયો વાઇરલ થયા બાદ પોતાના સોશ્યલ મીડિયા અકાઉન્ટમાં એક સત્તાવાર નિવેદન આપીને સ્પીતિ પોલીસે લખ્યું હતું કે ‘સોશ્યલ મીડિયા પર એક વિડિયો વાઇરલ થઈ રહ્યો છે, જેમાં એક બૉલીવુડ ઍક્ટર લાહૌલ-સ્પીતિ જિલ્લામાં ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરતો જોવા મળે છે. પ્રાથમિક માહિતી અનુસાર આ વિડિયો ૨૦૨૩નો હોય તેમ લાગે છે. એની સત્યતાની તપાસનું કામ DYSP મુખ્યાલય, કાઈલંગને સોંપવામાં આવ્યું છે.’
આ પોસ્ટ વાઇરલ થવાનું શરૂ થયા બાદ થોડા સમયમાં જ સોનુ સૂદે એક સ્પષ્ટીકરણ સાથે આ વિવાદનો જવાબ આપ્યો છે. તેણે લખ્યું છે કે ‘સલામતી સૌથી પહેલાં. અમે હંમેશાં કાયદાનું પાલન કરીએ છીએ, હેલ્મેટ વગરનો એક જૂનો વિડિયો અમારી સ્ક્રિપ્ટનો ભાગ હતો. તેથી કૃપા કરીને એને અવૉઇડ કરો. સલામત રીતે બાઇક ચલાવો. સ્માર્ટ રીતે બાઇક ચલાવો. હંમેશાં હેલ્મેટ પહેરો.’
આ પોસ્ટ સાથે સોનુ સૂદે એક વિડિયો પણ શૅર કર્યો જેમાં તે શૂટિંગના જ લુકમાં અન્ય બાઇકર્સ સાથે હેલ્મેટ પહેરીને મોટરસાઇકલ ચલાવતો જોવા મળે છે.
ADVERTISEMENT
શિમલામાં શૂટિંગ


ગઈ કાલે શિમલામાં ફિલ્મ ‘દાદી કી શાદી’નું શૂટિંગ કરતાં કપિલ શર્મા અને નીતુ કપૂર.


