તે કહે છે કે આ જવાબદારી માત્ર સરકારની નથી, સૌએ આગળ આવવું જોઈએ
સોનુ સૂદ
સોનુ સૂદ લોકોની નિઃસ્વાર્થભાવે મદદ કરવા માટે દેશ-વિદેશમાં જાણીતો છે. તે હવે બંગલાદેશમાંથી હિન્દુઓને સલામત ભારત લાવશે એવી શક્યતા વર્તાઈ રહી છે. બંગલાદેશમાં જે પ્રકારે હિંસા ફાટી નીકળી છે અને હિન્દુઓ પર જે રીતે અત્યાચાર ગુજારવામાં આવે છે એને જોતાં સૌકોઈનું હૃદય હચમચી ગયું છે. એવામાં તેમને ભારત સુરક્ષિત લાવવાનો અંદેશો સોનુએ આપ્યો છે. સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર સોનુ સૂદે લખ્યું કે ‘બંગલાદેશમાંથી આપણા ભારતીયોને પાછા લાવવા માટે પ્રયાસ કરવા જોઈએ જેથી તેમને સારી લાઇફ મળે. આ માત્ર આપણી સરકારની જ જવાબદારી નથી, આપણે સૌએ મળીને મદદ માટે હાથ આગળ લંબાવવો જોઈએ.’

