કારણ કે તેની જગ્યાએ સલમાન ખાનની ‘દ-બૅન્ગ’ ટૂરમાં તમન્ના ભાટિયાને સ્થાન આપવાનું ફાઇનલ થઈ ગયું છે
સોનાક્ષી સિન્હા
સોનાક્ષી સિન્હા ફરી એક વાર પોતાની પ્રેગ્નન્સીના મામલે ચર્ચામાં છે કારણ કે તેની જગ્યાએ સલમાન ખાનની ‘દ-બૅન્ગ’ ટૂરમાં તમન્ના ભાટિયાને સ્થાન આપવાનું ફાઇનલ થઈ ગયું છે. સોનાક્ષી પહેલાંથી જ સલમાનની આ ટૂરનો હિસ્સો હતી પણ આયોજકોએ ૧૪ નવેમ્બરે કતરમાં યોજાનારા શોમાં સોનાક્ષીની જગ્યાએ તમન્નાના નામની જાહેરાત કરી છે. આ કાર્યક્રમનું પોસ્ટર સોશ્યલ મીડિયામાં જાહેર થતાં જ ચર્ચા શરૂ થઈ ગઈ છે કે સોનાક્ષીએ પોતાની પ્રેગ્નન્સીને કારણે આ શોમાં ભાગ નથી લીધો અને એટલે જ તેની જગ્યાએ તમન્નાને એમાં લેવામાં આવી છે. સોનાક્ષી અને પતિ ઝહીર ઇકબાલે ઑક્ટોબર મહિનામાં રમેશ તૌરાનીની દિવાળી પાર્ટીમાં હાજરી આપી હતી અને એ સમયે પણ સોનાક્ષી પ્રેગ્નન્ટ હોવાની ચર્ચા ચાલી હતી.


