નીના ગુપ્તાનો ગ્લૅમરસ લુક સોશ્યલ મીડિયામાં થઈ રહ્યો છે ટ્રોલ
નીના ગુપ્તા
નીના ગુપ્તા આગામી ફિલ્મ ‘મેટ્રો... ઇન દિનોં’માં જોવા મળશે. આ ફિલ્મ ૪ જુલાઈના રિલીઝ થશે અને હાલમાં એનું જોરશોરથી પ્રમોશન ચાલી રહ્યું છે. આવી જ એક પ્રમોશનલ ઇવેન્ટમાં નીનાનો ગ્લૅમરસ લુક અત્યારે સોશ્યલ મીડિયામાં ચર્ચામાં છે અને ફૅશન-સેન્સ માટે તેમને ટ્રોલ કરવામાં આવી રહ્યાં છે. હાલમાં એક ઇવેન્ટમાં નીના ગુપ્તાએ બ્લુ કલરનો શૉર્ટ ડ્રેસ પહેર્યો હતો જેની સાથે મૅચિંગ શ્રગ, ગ્લૉસી મેકઅપ અને પોનીટેલમાં બાંધેલા વાળ સાથે લુક કમ્પ્લીટ કર્યો હતો. આ લુકમાં તેઓ ખૂબ જ બોલ્ડ અને સ્ટાઇલિશ દેખાતાં હતાં.
જોકે નીનાનો આ શૉર્ટ ડ્રેસ જોઈને કેટલાક યુઝર્સે સોશ્યલ મીડિયા પર નકારાત્મક ટિપ્પણીઓ કરી. એક યુઝરે લખ્યું, ‘તમે સલવાર પહેરવાનું ભૂલી ગયાં.’ તો બીજા યુઝરે લખ્યું કે ‘હવે ઉંમર થઈ ગઈ છે, થોડું તો ઉંમરનું ધ્યાન રાખો.’ જોકે કેટલાક ચાહકોએ નીનાના આ બોલ્ડ લુકની પ્રશંસા કરી અને તેમને ‘એજલેસ બ્યુટી’ ગણાવ્યાં હતાં.

