બિગ બૉસ 13માં જોવા મળેલી શેફાલી બગ્ગા સાથે જોવા મળ્યો વાનખેડે સ્ટેડિયમમાં. આ સમયે તેની સાથે ઍક્ટ્રેસ શેફાલી બગ્ગા જોવા મળી હતી. તેમની મૅચ સમયની કેમિસ્ટ્રી જોઈને તેમની વચ્ચે કંઈક ચાલી રહ્યું હોવાની ચર્ચા ચાલી છે.
સોહેલ ખાન અને શેફાલી બગ્ગા
સલમાન ખાનનો ભાઈ સોહેલ ખાન પોતાની પર્સનલ લાઇફને કારણે ચર્ચામાં છવાયેલો છે. ૨૦૨૨માં પત્ની સીમા સજદેહ સાથે ડિવૉર્સ થયા પછી ૫૫ વર્ષનો સોહેલ એકલો છે, પણ લાગે છે કે તેને નવી ગર્લફ્રેન્ડ મળી ગઈ છે. હાલમાં સોહેલ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં યોજાયેલી રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુ વર્સસ મુંબઈ ઇન્ડિયન્સની મૅચ જોવા પહોંચ્યો હતો. આ સમયે તેની સાથે ઍક્ટ્રેસ શેફાલી બગ્ગા જોવા મળી હતી. તેમની મૅચ સમયની કેમિસ્ટ્રી જોઈને તેમની વચ્ચે કંઈક ચાલી રહ્યું હોવાની ચર્ચા ચાલી છે.
ઍક્ટ્રેસ શેફાલી બગ્ગા ‘બિગ બૉસ 13’માં જોવા મળી હતી અને તેને આ શોથી ખાસ ઓળખ મળી હતી. તે પોતાના મ્યુઝિક વિડિયો તેમ જ સોશ્યલ મીડિયા પોસ્ટને કારણે પણ ચર્ચામાં રહે છે.


