કરીના સાથેના સંબંધો વિશે વાત કરતાં સોહાએ ઇન્ટરવ્યુમાં કહ્યું છે કે, ‘મને એવું લાગે છે કે કરીના સાથેની થોડી મુલાકાતો પછી પણ હું તેને બરાબર સમજી શકી નહોતી
સૈફ અલી ખાન, સોહા અલી ખાન, કરીના કપૂર ખાન
સૈફ અલી ખાનની બહેન સોહા અલી ખાને હાલમાં એક ઇન્ટરવ્યુમાં ભાઈ સૈફ અને કરીના કપૂર ખાનના સંબંધો તેમ જ કરીના સાથેની પોતાની પ્રથમ મુલાકાતને યાદ કરી હતી. સોહાએ વાતચીત દરમ્યાન જણાવ્યું હતું કે સૈફે તેને બહુ અલગ રીતે તેની અને કરીનાની ડેટિંગ લાઇફ વિશે માહિતી આપી હતી. સોહાએ કહ્યું છે કે ‘મને યાદ છે કે અમે કોઈ પ્રોજેક્ટ માટે શૂટિંગ કરી રહ્યા હતા ત્યારે મને ભાઈનો ફોન આવ્યો અને તેણે કહ્યું કે હું તને જણાવવા માગું છું કે મારી ગર્લફ્રેન્ડ તારાથી ઉંમરમાં બે વર્ષ નાની છે. મેં આ વાત સાંભળીને પ્રતિક્રિયા આપતાં કહ્યું કે ઠીક છે, સરસ. બસ, આ જ કરીના વિશેનો મારો પ્રથમ પરિચય હતો. જ્યારે તમે કોઈ એવી વ્યક્તિને મળો છો જે પહેલેથી જ સુપરસ્ટાર હોય તો તમારા મનમાં તેના વિશે ઘણી ધારણાઓ હોય છે. હું એવી વ્યક્તિ બિલકુલ નથી જેને સામેવાળી વ્યક્તિ કેવી છે એ સમજવા માટે મુલાકાત કરવી પડે. મારું માનવું છે કે કોઈને પણ સાચી રીતે સમજવામાં થોડો સમય જરૂર લાગે છે.’
કરીના સાથેના સંબંધો વિશે વાત કરતાં સોહાએ ઇન્ટરવ્યુમાં કહ્યું છે કે, ‘મને એવું લાગે છે કે કરીના સાથેની થોડી મુલાકાતો પછી પણ હું તેને બરાબર સમજી શકી નહોતી. કેટલાક લોકો સાથે સંબંધ મજબૂત બનાવવા માટે સમય, ભરોસો અને સતત સંપર્કની જરૂર પડે છે. મને એવું જ લાગ્યું કે મારા અને કરીના વચ્ચે આવું થવામાં થોડો સમય લાગશે. જોકે છેલ્લાં ૧૦થી ૧૨ વર્ષ દરમ્યાન કેટલીક એવી ઘટનાઓ બની જેનાથી અમે એકબીજાની ખૂબ નજીક આવ્યાં.’


