સોભિતા ધુલિપલાનું કહેવું છે કે તે ઍક્ટર તરીકે હવે સિલેક્ટેડ કામને પસંદ કરવા માગે છે. ઍમેઝૉન પ્રાઇમ વિડિયોની ‘મેડ ઇન હેવન 2’ આજે રિલીઝ થઈ રહી છે. આ પહેલાં તેની ‘ધ નાઇટ મૅનેજર’નો બીજો પાર્ટ પણ રિલીઝ થયો હતો.
સોભિતા ધુલિપલા
સોભિતા ધુલિપલાનું કહેવું છે કે તે ઍક્ટર તરીકે હવે સિલેક્ટેડ કામને પસંદ કરવા માગે છે. ઍમેઝૉન પ્રાઇમ વિડિયોની ‘મેડ ઇન હેવન 2’ આજે રિલીઝ થઈ રહી છે. આ પહેલાં તેની ‘ધ નાઇટ મૅનેજર’નો બીજો પાર્ટ પણ રિલીઝ થયો હતો. આ પહેલાં તેની મણિ રત્નમ સાથેની ‘પોન્નિયિન સેલ્વન 2’ પણ રિલીઝ થઈ હતી. તેના અત્યારના કામને ખૂબ જ પસંદ કરવામાં આવી રહ્યું છે. આ વિશે વાત કરતાં સોભિતાએ કહ્યું કે ‘મારા માટે આ વર્ષ ખૂબ જ સારું રહ્યું છે. મેં છેલ્લાં થોડાં વર્ષમાં જે પણ કામ કર્યું છે બધા પ્રોજેક્ટ રિલીઝ થઈ રહ્યા છે. ભૂતકાળમાં મેં પ્રોજેક્ટ કર્યા છે એમાંના બે રિલીઝ થવાની તૈયારીમાં છે. જોકે એ કામને સાઇડ પર મૂકવામાં આવે તો મેં આ સાઇકલમાંથી બહાર નીકળવા માટે છેલ્લા થોડા મહિનામાં એક પણ પ્રોજેક્ટ સાઇન નથી કર્યા. મારે હવે એવા પ્રોજેક્ટ પસંદ કરવા છે જે એકદમ અલગ હોય. એક ઍક્ટર તરીકે હું હવે પોતાને ફરી શોધી રહી છું. મને સંતોષ થાય એવો રસ્તો અને પ્રોજેક્ટ હું શોધી રહી છું. મારા ઘણા પ્રોજેક્ટ રિલીઝ થયા છે એથી એવું તો નથી કે લોકો મને મિસ કરશે. આથી હું થોડો સમય માટે બ્રેક લઈ શકું એમ છું.’


