સિંગર શાન અને તેની પત્ની રાધિકા મુખરજીએ મુંબઈના બાંદરા-વેસ્ટમાં ટર્નર રોડ પર ત્રણ લક્ઝરી ફ્લૅટ ૪૭.૬૪ કરોડ રૂપિયામાં ખરીદ્યા છે. ત્રણેય ફ્લૅટને જોડીને વિશાળ નિવાસસ્થાન તૈયાર કરવામાં આવ્યું છે.
સિંગર શાન અને રાધિકા મુખરજી
સિંગર શાન અને તેની પત્ની રાધિકા મુખરજીએ બાંદરા-વેસ્ટમાં ત્રણ લક્ઝરી ફ્લૅટ ખરીદ્યા છે. આ ખરીદીની કુલ કિંમત ૪૭.૬૪ કરોડ રૂપિયા છે. આ ત્રણેય ફ્લૅટ બાંદરા-વેસ્ટના ટર્નર રોડ પર આવેલા એક પ્રોજેક્ટના ઉપરના માળ પર સ્થિત છે. ત્રણેય ફ્લૅટનું સંયુક્ત ક્ષેત્રફળ ૬,૨૬૭.૮૭ સ્ક્વેર ફુટ છે અને દરેક ફ્લૅટની કિંમત ૧૫.૮૮ કરોડ રૂપિયા નોંધાઈ છે. અહીં ત્રણ અલગ-અલગ ફ્લૅટને જોડીને એક વિશાળ નિવાસસ્થાન તૈયાર કરવામાં આવ્યું છે. જોકે આ ખરીદી વિશે શાન તરફથી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા સામે આવી નથી. શાન અને રાધિકાએ ગયા વર્ષે પણ પુણેના પ્રભાચીવાડી વિસ્તારમાં આશરે ૧૦ કરોડ રૂપિયામાં એક લક્ઝરી બંગલો ખરીદ્યો હતો. આ પ્રૉપર્ટીમાં અંદાજે ૦.૪ હેક્ટરનો પ્લૉટ અને આશરે ૫૫૦૦ સ્ક્વેર ફુટનો બિલ્ટ-અપ એરિયા છે. આ પ્રોપર્ટીમાં ૯ કાર-પાર્કિંગ સ્પેસ પણ સામેલ છે.
