જોકે શ્રુતિએ હવે આલ્કોહૉલની ટેવ પણ છોડી દીધી છે. અગાઉ તે તેના ફ્રેન્ડ્સ સાથે ડ્રિન્ક કરતી હતી. તે હાલમાં અનેક ફિલ્મોમાં બિઝી છે. તે પ્રભાસ સાથે ‘સાલાર’માં પણ દેખાવાની છે.
શ્રુતિ હાસને
શ્રુતિ હાસને જણાવ્યું કે તેને આલ્કોહૉલની ટેવ હતી, પરંતુ તેણે ડ્રગ્સ કદી નથી લીધું. જોકે શ્રુતિએ હવે આલ્કોહૉલની ટેવ પણ છોડી દીધી છે. અગાઉ તે તેના ફ્રેન્ડ્સ સાથે ડ્રિન્ક કરતી હતી. તે હાલમાં અનેક ફિલ્મોમાં બિઝી છે. તે પ્રભાસ સાથે ‘સાલાર’માં પણ દેખાવાની છે. શરાબ વિશે શ્રુતિએ કહ્યું કે ‘હું આઠ વર્ષથી આલ્કોહૉલ નથી લઈ રહી. એથી હું શાંતિથી જીવી રહી છું. તમે જ્યારે ડ્રિન્ક ન કરતા હો ત્યારે પાર્ટીમાં ડ્રિન્ક કરનારા લોકોને સહન કરવા અઘરું બની જાય છે. જોકે મને એનો કોઈ વાંધો નથી. મેં કદી પણ ડ્રગ્સનું સેવન નથી કર્યું. હા, શરાબની લત લાગી ગઈ હતી. હું હંમેશાં મારા ફ્રેન્ડ્સ સાથે ડ્રિન્ક કરતી અને પાર્ટી કરતી હતી. થોડા સમય બાદ મને એહસાસ થયો કે હું વધારે ડ્રિન્ક કરવા લાગી ગઈ છું. એથી હું એ બધાથી અંતર રાખવા લાગી. તેઓ મને હંમેશાં પાર્ટી કરવાની સલાહ આપતા હતા અને ડ્રિન્ક કરવાની મારી તકલીફને વધારતા હતા.’


