Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > શ્રેયા ઘોષાલે મમ્મી-પપ્પા સાથે મળીને ૨૦.૮૮ કરોડ રૂપિયામાં સાંતાક્રુઝમાં ખરીદ્યો ભવ્ય ફ્લૅટ

શ્રેયા ઘોષાલે મમ્મી-પપ્પા સાથે મળીને ૨૦.૮૮ કરોડ રૂપિયામાં સાંતાક્રુઝમાં ખરીદ્યો ભવ્ય ફ્લૅટ

Published : 27 April, 2026 03:14 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ગાયિકા શ્રેયા ઘોષાલે પોતાનાં માતા-પિતા શર્મિષ્ઠા ઘોષાલ અને બિસ્વજિત ઘોષાલ સાથે મળીને સાંતાક્રુઝ-વેસ્ટ વિસ્તારમાં સરોજિની રોડ પર આવેલા વાયુ બિલ્ડિંગમાં ૨૦.૮૮ કરોડ રૂપિયામાં એક ભવ્ય ફ્લૅટ ખરીદ્યો છે.

શ્રેયા ઘોષાલે મમ્મી-પપ્પા સાથે મળીને ૨૦.૮૮ કરોડ રૂપિયામાં ખરીદ્યો ભવ્ય ફ્લૅટ

આ ફ્લૅટ બિલ્ડિંગના ટૉપ ફ્લોર પર આવેલો છે અને એનું ક્ષેત્રફળ ૨૬૦૧ સ્ક્વેર ફુટ છે જેમાં ૨૯૯ સ્ક્વેર ફુટની બાલ્કની પણ છે. આ રીતે કુલ જગ્યા લગભગ ૨૯૦૦ સ્ક્વેર ફુટ જેટલી થાય છે. આ સોદો ૨૪ એપ્રિલે રજિસ્ટર કરવામાં આવ્યો હતો.
છેલ્લા થોડા સમયમાં ઘોષાલ પરિવારની આ ત્રીજી મોટી ખરીદી છે. સંપત્તિ રજિસ્ટ્રેશનના દસ્તાવેજો મુજબ આ જ મહિનાની શરૂઆતમાં ઘોષાલ પરિવારે મુંબઈના વરલી વિસ્તારમાં ગોદરેજ ટ્રિલોજી નામના પ્રોજેક્ટમાં લગભગ ૬૦ કરોડ રૂપિયામાં બે આલીશાન ફ્લૅટ ખરીદ્યા હતા.

Whatsapp-channel Whatsapp-channel

27 April, 2026 03:14 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK