વોટર મૅપિંગ સુધારણા પૂર્વેના તબક્કાના ભાગરૂપે ચાલી રહ્યું છે
ફાઇલ તસવીર
મતદારયાદીની સુધારણા પહેલાં ચાલી રહેલી વોટર-મૅપિંગ કામગીરી માટે મુંબઈમાં BMCના ૭૦૦૦ કર્મચારીઓને ડ્યુટી સોંપવામાં આવી છે. મોટા ભાગના કર્મચારીઓને બૂથ લેવલ ઑફિસર (BLO) તરીકે નીમવામાં આવ્યા છે. આ BLO ૨૦૦૨ની મતદારયાદી સાથે સરખાવીને મતદારોની ચકાસણી અને મૅપિંગ કરી રહ્યા છે.
વોટર મૅપિંગ સુધારણા પૂર્વેના તબક્કાના ભાગરૂપે ચાલી રહ્યું છે. એમાં BLO ઍપ દ્વારા ૨૦૦૨ના સ્પેશ્યલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) લિસ્ટને ૨૦૨૪ના ચૂંટણી ડેટાબેઝ સાથે સરખાવવામાં આવશે. આ કામગીરી માટે કુલ ૧૦,૦૦૦ કર્મચારીઓની જરૂર છે. બાકીના ૩૦૦૦ કર્મચારીઓ ગુડ્સ ઍન્ડ સર્વિસિસ ટૅક્સ (GST) વિભાગ, કલેક્ટર કચેરી અને શિક્ષકો સહિત અન્ય સરકારી વિભાગોમાંથી લેવામાં આવ્યા છે. BLOને ૩૦ એપ્રિલ સુધીમાં કામ પૂરું કરવાનું કહેવામાં આવ્યું છે.
