હું શું કહું? જોકે હા, આ લગ્ન માટે અમે આતુર છીએ. લગ્ન એક સારી બાબત છે. ઘણા બધા પરિણીત છે.
શ્રદ્ધા કપૂર
શ્રદ્ધા કપૂરનાં રોહન શ્રેષ્ઠા સાથે લગ્નની અટકળો વહેતી થઈ છે. આ બન્ને ઘણા સમયથી રિલેશનમાં છે. તેઓ છાશવારે જોવા મળે છે. તેમણે પ્રિયાંક શર્માનાં લગ્ન સાથે જ અટેન્ડ કર્યાં હતાં. બન્નેનાં લગ્ન વિશે પ્રિયાંકે કહ્યું હતું કે ‘હું એટલું જ કહીશ કે નો કમેન્ટ્સ. હું શું કહું? જોકે હા, આ લગ્ન માટે અમે આતુર છીએ. લગ્ન એક સારી બાબત છે. ઘણા બધા પરિણીત છે.’
તો બીજી તરફ પ્રિયાંકની મમ્મી અને પદ્મિની કોલ્હાપુરેએ કહ્યું હતું કે ‘લગ્ન? વાઓ! આ એક અજીબ સવાલ છે. જો આવું કંઈક હશે તો ખબર જરૂર મળી જશે.’
તો રોહનના પિતા રાકેશ શ્રેષ્ઠાએ કહ્યું હતું કે ‘જો બન્નેએ લગ્ન કરવાનું વિચારી લીધું હોય તો હું તેમના માટે બધું જ ખુશી-ખુશી કરીશ. ‘ઑબ્જેક્શન’ શબ્દ મારી ડિક્શનરીમાં નથી. હજી એક વાત કહું કે હું રોહનને ‘માય ડ્રીમ’ કહીને બોલાવું છું. હું ક્યારેક જ તેને રોહન કહીને બોલાવું છું.’