Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > એ સમયે હું પણ ખૂબ ધનવાન હતી, હવે આજે વધુ પૈસાદાર બની ગઈ છું

એ સમયે હું પણ ખૂબ ધનવાન હતી, હવે આજે વધુ પૈસાદાર બની ગઈ છું

10 March, 2024 09:55 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પૈસા માટે રાજ કુંદ્રા સાથે લગ્ન કર્યાં છે એવું કહેનારા લોકોને જડબાતોડ જવાબ આપતાં શિલ્પાએ કહ્યું...

રાજ કુંદ્રા સાથે શિલ્પા શેટ્ટી

રાજ કુંદ્રા સાથે શિલ્પા શેટ્ટી


શિલ્પા શેટ્ટી કુંદ્રાએ ૨૦૦૯માં બિઝનેસમૅન રાજ કુન્દ્રા સાથે લગ્ન કરી લીધાં હતાં એને લઈને લોકો શિલ્પાની સતત ટીકા કરે છે કે તેણે પૈસા અને સંપત્તિ માટે તેની સાથે લગ્ન કર્યાં હતાં. લગ્નજીવન દરમ્યાન તેમને વિઆન નામનો એક દીકરો અને સમીશા નામની દીકરી છે. ઘણા વખતથી લોકો દ્વારા કરવામાં આવતા ટ્રોલને સણસણતો જવાબ આપતાં શિલ્પાએ કહ્યું કે ‘મને લાગે છે કે લોકો શિલ્પા શેટ્ટીને ગૂગલ કરવાનું ભૂલી ગયા છે, જે એ વખતે ધનવાન હતી. આજે તો હું વધુ પૈસાદાર બની છું. મારાં તમામ ઇન્કમ ટૅક્સ બિલ, જીએસટી અને દરેક વસ્તુનાં બિલ હું ચૂકવું છું. તમે જ્યારે સફળ હો, તમારે એક એવા જીવનસાથીની જરૂર હોય છે જે ઇનસિક્યૉર ન હોય અને તમે એવી વ્યક્તિ સાથે પરણવા માગો છો જે તમારી લાઇફસ્ટાઇલને અફૉર્ડ કરી શકે. મેં જ્યારે તેની સાથે લગ્ન કર્યાં ત્યારે સંયોગવશ તે ખૂબ સફળ હતો અને મને લાગે છે કે ભગવાન જ અમને મળાવવા માગતા હતા અને અમારાં લગ્ન થયાં. જોકે તેની સાથે લગ્ન કરવાનું કારણ એ છે કે તે ખૂબ ચાર્મિંગ અને લવેબલ છે. એ વખતે તેના કરતાં પણ વધુ શ્રીમંત લોકો મને આકર્ષતા હતા, પરંતુ ખરેખર તો મારા માટે પૈસા વધુ મહત્ત્વના નહોતા. મારા બધા ફ્રેન્ડ્સ હવે રાજના ફ્રેન્ડ બની ગયા છે.’


Whatsapp-channel Whatsapp-channel

10 March, 2024 09:55 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK