Shefali Jariwala Death: ‘કાંટા લગા ગર્લ’ અભિનેત્રીનું ૪૨ વર્ષની વયે હાર્ટ એટેકથી નિધન થયું છે, જોકે મુંબઈ પોલીસે આ મામલે મોટો ખુલાસો કર્યો છે; ફોરેન્સિક ટીમ અભિનેત્રીના ઘરે પહોંચી છે, ત્યાં સ્ટાફ અને પરિવારજનોની પૂછપરછ કરવામાં આવી રહી છે
શેફાલી જરીવાલાની ફાઇલ તસવીર
‘કાંટા લગા ગર્લ’ (Kaanta Laga Girl)ના નામે જાણીતી અભિનેત્રી અને મૉડેલ શેફાલી જરીવાલા (Shefali Jariwala)નું શુક્રવારે મુંબઈ (Mumbai)માં અવસાન થયું છે. ૪૨ વર્ષની અભિનેત્રીનું હાર્ટ એટેકને કારણ નિધન થયું હોવાના અહેવાલ છે. પરંતુ મુંબઈ પોલીસ (Mumbai Police)એ શેફાલી જરીવાલાના મોત (Shefali Jariwala Death) અંગે નવા ખુલાસા કર્યા છે.
શુક્રવારે મોડી રાત્રે શેફાલી જરીવાલાના મૃત્યુના સમાચાર આવ્યા, જેણે એન્ટરટેઇનમેન્ટ ઇન્ડ્રસ્ટી અને ફેન્સને ચોંકાવી દીધા. ૪૨ વર્ષની ઉંમરે અભિનેત્રીના અચાનક મૃત્યુથી દરેક વ્યક્તિ આઘાતમાં છે. પહેલા એવું કહેવામાં આવી રહ્યું હતું કે, અભિનેત્રીનું મૃત્યુ હૃદયરોગના હુમલાથી થયું છે, પરંતુ પરિવાર કે નજીકના લોકોએ તેની હજી સુધી પુષ્ટિ કરી ન હતી. હવે મુંબઈ પોલીસે શેફાલીના મૃત્યુના કારણ અંગે મોટો ખુલાસો (Mumbai Police on Shefali Jariwala Death) કર્યો છે.
ADVERTISEMENT
અહેવાલો અનુસાર, શેફાલી જરીવાલાની તબિયત અચાનક બગડતા ગઈકાલે રાત્રે તેને અંધેરી (Andheri)ની બેલેવ્યુ હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. જોકે, હોસ્પિટલ પહોંચતાની સાથે જ ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી. ત્યારબાદ અભિનેત્રીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે કૂપર હોસ્પિટલ (Cooper Hospital)માં મોકલવામાં આવ્યો હતો. એવા અહેવાલો હતા કે, શેફાલી જરીવાલાને કાર્ડિયાક અરેસ્ટ આવ્યો હતો. પરંતુ મુંબઈ પોલીસ પાસે કંઈક બીજું જ કહેવાનું છે.
મુંબઈ પોલીસને શેફાલી જરીવાલાના મૃત્યુના સમાચાર રાત્રે ૧ વાગ્યે મળ્યા હતા અને તેના મૃત્યુનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. સમાચાર એજન્સી ANI અનુસાર, ‘મુંબઈ પોલીસને રાત્રે ૧ વાગ્યે માહિતી મળી હતી. તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે કૂપર હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો છે. મૃત્યુનું કારણ હજી સ્પષ્ટ નથી.’ પોસ્ટમોર્ટમ રિપોર્ટ પછી જ ખબર પડશે કે શેફાલીનું મૃત્યુ કેવી રીતે થયું છે.
મળતી માહિતી પ્રમાણે, અત્યારે ફોરેન્સિક ટીમ (Forensics Team) શેફાલી જરીવાલાના ઘરે તપાસ કરી રહી છે.
શેફાલીના મૃત્યુ પછી, મુંબઈ પોલીસ રાત્રે એક વાગ્યે શેફાલીના ઘરે પહોંચી. પોલીસની સાથે, ફોરેન્સિક ટીમ પણ તપાસ માટે તેના ઘરે પહોંચી છે. આ પછી, મૃત્યુનું કારણ જાણવા માટે ઘરની અંદર હાજર લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે. ટીમ તપાસ કરી રહી છે. ઘરમાં હાજર પરિવારના સભ્યોની પૂછપરછ કરવામાં આવી રહી છે. મૃત્યુ પહેલા શું થયું હતું. તેની હાલત કેવી રીતે બગડી, આ બધી બાબતોની તપાસ કરવામાં આવી રહી છે. આ સાથે, રાત્રે, શેફાલીના રસોઈયા અને તેના ઘરમાં કામ કરતી નોકરાણીને પૂછપરછ માટે અંબોલી પોલીસ સ્ટેશન (Amboli Police Station) લઈ જવામાં આવ્યા છે.
શરૂઆતના અહેવાલોમાં કહેવામાં આવી રહ્યું હતું કે, શેફાલી જરીવાલાનું મૃત્યુ હાર્ટ એટેકથી થયું હતું, પરંતુ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા પછી જ ખબર પડશે કે તેના મૃત્યુ પાછળનું સાચું કારણ શું છે!


