Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > સેન્સર બોર્ડે કૉકટેલ 2ને આપેલા A સર્ટિફિકેટ પર શાહિદ કપૂરે ઉઠાવ્યા સવાલ

સેન્સર બોર્ડે કૉકટેલ 2ને આપેલા A સર્ટિફિકેટ પર શાહિદ કપૂરે ઉઠાવ્યા સવાલ

Published : 20 June, 2026 02:31 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

શાહિદ કપૂર, ક્રિતી સૅનન અને રશ્મિકા મંદાનાની ફિલ્મ ‘કૉકટેલ 2’ રિલીઝ થઈ છે. રિલીઝ પહેલાં સેન્ટ્રલ બોર્ડ ઑફ ફિલ્મ સર્ટિફિકેશને ફિલ્મને A સર્ટિફિકેટ આપીને મંજૂરી આપી હતી. આ સાથે ‘કૉકટેલ 2’ શાહિદની કારકિર્દીની પાંચમી ઍડલ્ટ-રેટેડ ફિલ્મ બની છે.

શાહિદ કપૂર

શાહિદ કપૂર


શાહિદ કપૂર, ક્રિતી સૅનન અને રશ્મિકા મંદાનાની ફિલ્મ ‘કૉકટેલ 2’ રિલીઝ થઈ છે. રિલીઝ પહેલાં સેન્ટ્રલ બોર્ડ ઑફ ફિલ્મ સર્ટિફિકેશને ફિલ્મને A સર્ટિફિકેટ આપીને મંજૂરી આપી હતી. આ સાથે ‘કૉકટેલ 2’ શાહિદની કારકિર્દીની પાંચમી ઍડલ્ટ-રેટેડ ફિલ્મ બની છે. અગાઉ તેની ‘કમીને’, ‘ઉડતા પંજાબ’, ‘કબીર સિંહ’ અને ‘ઓ રોમિયો’ને પણ A સર્ટિફિકેટ મળ્યું હતું.

શાહિદે હવે સેન્સર બોર્ડે આ ફિલ્મને આપેલા ઍડલ્ટ સર્ટિફિકેટ વિશે આશ્ચર્ય વ્યક્ત કર્યું છે અને કહ્યું છે કે ફિલ્મમાં એવું કંઈ નથી જેના કારણે એને માત્ર પુખ્ત વયના દર્શકો માટે મર્યાદિત કરવી જોઈએ.



આ મામલે વાત કરતાં શાહિદે કહ્યું હતું કે ‘આ ફિલ્મમાં એવી કોઈ પણ વસ્તુ નથી જેના પર કોઈને વાંધો હોઈ શકે. મને ખબર છે કે અમને A સર્ટિફિકેટ મળ્યું છે પણ હું હજુ પણ સમજવાનો પ્રયત્ન કરી રહ્યો છું કે આવું કેમ થયું. મને આ વાત સમજાઈ નથી. આ ફિલ્મ ત્રણ લોકોની વાર્તા છે. તમે તેને પરિવાર સાથે પણ જોઈ શકો છો. મને આશા છે કે દર્શકો ફિલ્મ સાથે ભાવનાત્મક રીતે જોડાશે અને સિનેમાઘરમાંથી સકારાત્મક લાગણી સાથે બહાર આવશે.’


Whatsapp-channel Whatsapp-channel

20 June, 2026 02:31 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK