શાહિદ કપૂરે ભાઈ ઈશાન ખટ્ટર સાથેની તસવીર પોસ્ટ કરીને તેને હોમબાઉન્ડની સફળતા માટે શુભેચ્છા આપી
તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા
શાહિદ કપૂર તેના નાના ભાઈ ઈશાન ખટ્ટરને બહુ પ્રેમ કરે છે. હાલમાં શાહિદે પોતાના સોશ્યલ મીડિયા અકાઉન્ટમાં ભાઈ ઈશાન સાથેની પ્રેમથી ગળે મળતી તસવીર શૅર કરીને તેને તેની ફિલ્મ ‘હોમબાઉન્ડ’ની સફળતા માટે શુભેચ્છા આપી છે. આ તસવીર સાથે શાહિદે ઈશાન માટે લખ્યું, ‘આ છોકરો એક સાચો કલાકાર છે જે મારા હૃદયથી જોડાયેલો રહે છે. મને તારા પર બહુ ગર્વ છે. તું પોતાની ઓળખ બનાવી રહ્યો છે અને ઈમાનદારીથી કામ કરી રહ્યો છે. તું મજબૂત બનતો જાય છે. મને તારા પર કેટલો ગર્વ છે એ હું વ્યક્ત નથી કરી શકતો. તું આગળ વધ અને બધાને બતાવ કે તારામાં શું ખાસ છે. હંમેશાં તારો સૌથી મોટો સપોર્ટર.’


