ડિરેક્ટર સંજય ગુપ્તાએ ૯૦ના દાયકામાં બૉલીવુડ પર અન્ડરવર્લ્ડનો જે પ્રભાવ હતો એના વિશે માહિતી આપી છે. એ વખતે અન્ડરવર્લ્ડ દ્વારા ઍક્ટર્સને ધમકીઓ મળતી હતી
સંજય ગુપ્તા
ડિરેક્ટર સંજય ગુપ્તાએ ૯૦ના દાયકામાં બૉલીવુડ પર અન્ડરવર્લ્ડનો જે પ્રભાવ હતો એના વિશે માહિતી આપી છે. એ વખતે અન્ડરવર્લ્ડ દ્વારા ઍક્ટર્સને ધમકીઓ મળતી હતી. શાહરુખ ખાન ઝૂક્યો નહીં એવું સંજય ગુપ્તાએ જણાવ્યું છે. એ વિશે એક્સ પર સંજય ગુપ્તાએ પોસ્ટ કર્યું કે ‘મેં ‘જવાન’ જોઈ. એથી એક બાબત શૅર કરવા માટે વિવશ થયો છું. ૯૦ના દાયકામાં જ્યારે અન્ડરવર્લ્ડ ફિલ્મસ્ટાર્સને અતિશય ધમકાવતા હતા એ વખતે શાહરુખ ખાન એકમાત્ર એવો સ્ટાર હતો જે તેમની સામે ઝૂક્યો નહીં. તેણે કહ્યું હતું કે ‘ગોલી મારની હૈ માર દો, પર તુમ્હારે લિએ કામ નહીં કરુંગા. મૈં પઠાન હૂં.’ તે આજે પણ એવો જ છે.’


