શાહરુખ ખાને ઇતિહાસ રચ્યો અને ‘જવાન’ પહેલા દિવસે સૌથી વધુ બિઝનેસ કરનારી બની હિન્દી ફિલ્મશાહરુખ ખાનની ‘જવાન’એ રિલીઝ થતાં જ રેકૉર્ડ કરી લીધો છે. શુક્રવારે આ ફિલ્મ હિન્દી, તામિલ અને તેલુગુમાં રિલીઝ થઈ છે. આ ફિલ્મના હિન્દી વર્ઝને પહેલા દિવસે ૬૫.૫૦ કરોડનો
જવાન ફિલ્મ
શાહરુખ ખાનની ‘જવાન’એ રિલીઝ થતાં જ રેકૉર્ડ કરી લીધો છે. શુક્રવારે આ ફિલ્મ હિન્દી, તામિલ અને તેલુગુમાં રિલીઝ થઈ છે. આ ફિલ્મના હિન્દી વર્ઝને પહેલા દિવસે ૬૫.૫૦ કરોડનો બિઝનેસ કરી લીધો છે. તો તામિલ અને તેલુગુના વર્ઝને ૧૦ કરોડનો બિઝનેસ કર્યો હતો. આ ફિલ્મ જોવા માટે લોકોની દીવાનગીએ હદ પાર કરી દીધી હતી. કેટલાંય શહેરોમાં આ ફિલ્મના સવારના છ વાગ્યાના શો રાખવામાં આવ્યા હતા. આ ફિલ્મમાં શાહરુખની સાથે નયનતારા અને વિજય સેતુપતિ પણ લીડ રોલમાં છે. ‘જવાન’ અગાઉ રિલીઝ થયેલી ફિલ્મના પહેલા દિવસના કલેક્શનની વાત કરીએ તો આ વર્ષની શરૂઆતમાં રિલીઝ થયેલી શાહરુખની ‘પઠાન’એ પંચાવન કરોડનો બિઝનેસ કર્યો હતો. ‘KGF : ચૅપ્ટર 2’ના હિન્દી વર્ઝને પહેલા દિવસે ૫૩.૯૫ કરોડ, ‘વૉર’એ ૫૧.૬૦ કરોડ અને ‘ઠગ્સ ઑફ હિન્દોસ્તાં’એ પહેલા દિવસે ૫૦.૭૫ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો. સની દેઓલની ગયા મહિને રિલીઝ થયેલી ‘ગદર 2’એ પહેલા દિવસે ૪૦.૧૦ કરોડનો બિઝનેસ કર્યો હતો. આથી ‘જવાન’ રિલીઝના પહેલા દિવસે સૌથી વધુ બિઝનેસ કરનારી હિન્દી ફિલ્મ બની ગઈ છે.
બધું કામ પડતું મૂકીને ‘જવાન’ જોવાની સલાહ આપી રિતેશ દેશમુખે
શાહરુખ ખાનની ‘જવાન’થી પ્રભાવિત થયેલા રિતેશ દેશમુખે લોકોને સલાહ આપી છે કે બધુ કામ બાજુએ રાખીને પહેલા આ ફિલ્મ જોવા જાવ. આ ફિલ્મ બૉક્સ-ઑફિસ પર ધમાલ મચાવી રહી છે. સોશ્યલ મીડિયામાં પણ આ ફિલ્મને લઈને પ્રેમ વરસાવવામાં આવે છે. X પર રિતેશે પોસ્ટ કર્યું કે, ‘તમે જે પણ કામ કરતા હોઉ તે બાજુએ રાખો અને સૌ પ્રથમ થિયેટરમાં જઈને ‘જવાન’ જોવા જાઓ. આ માસ, માસ, માસ ફિલ્મમાં ક્લાસ છે. ‘જવાન’માં ઘણાં ઇમોશન્સ છે અને એનો અનુભવ લેવા જેવો છે. થિએટરમાં મને એ એક તોફાનની જેમ અસર કરી ગઈ. બધી બાજુએથી તાળીઓ અને સીટીનો અવાજ આવતો હતો. શાહરુખ ખાન બોમ્બ છે. મેગા સ્ટારડમ, દરેક ફ્રેમમાં તે છવાઈ ગયો છે. અટ્ટીટ્યુડ કા બાપ, ઍક્શન, ઇમોશન, રોમૅન્સ, ડાયલૉગ ડિલીવરી અને હવે શું બાકી રહી ગયુ છે? ડિરેક્ટર એટલીને તો નમન છે, શું અદ્ભુત ફિલ્મ બનાવી છે. આ મેગા બ્લૉકબસ્ટર માટે ખૂબ અભિનંદન. વિશાળ પાયે આવી ફિલ્મ પ્રોડ્યુસ કરનાર ડિયર ગૌરી અને રેડ ચિલિઝ એન્ટરટેઇનમેન્ટનું દિલ અને વિઝન ખૂબ મોટુ છે. નયનતારા પ્રશંસનિય છે, વિજય સેતુપતીનુ પર્ફોર્મન્સ દાદ માગી લે છે. દીપિકા પાદુકોણ અને સંજય દત્ત ઉફ્ફ... સાથે જ પ્રિયામણી, સાન્યા મલ્હોત્રા અને ગર્લ ગૅન્ગનું પર્ફોર્મન્સ શાનદાર છે.’
ADVERTISEMENT
‘જવાન’ની સફળતાનું શ્રેય શાહરુખને આપે છે ડિરેક્ટર ઍટલી
‘જવાન’ના ડિરેક્ટર ઍટલીએ આ ફિલ્મને મળતી સફળતાનું શ્રેય શાહરુખ ખાનને આપ્યું છે. આ ફિલ્મમાં શાહરુખના લાર્જર-ધૅન-લાઇફ રોલમાં દેખાઈ રહ્યો છે. ઍટલી બાંદરામાં આવેલા સિંગલ સ્ક્રીન થિયેટર ગેઇટી ગૅલૅક્સીમાં આ ફિલ્મ જોવા ગયો હતો. તામિલ સિનેમામાં ઍટલી જાણીતું નામ છે. તે ફિલ્મ જોઈને જ્યારે બહાર નીકળ્યો તો તેને ‘જવાન’ના ઓપનિંગ બિઝનેસ વિશે પૂછવામાં આવ્યું હતું. એ વિશે ઍટલીએ કહ્યું કે ‘દરેકને પ્રેમ કરો તો તમને પણ પાછો પ્રેમ મળશે. દરેક શાહરુખ ખાનને પ્રેમ કરે છે. આ બધું શાહરુખ સરને કારણે શક્ય થયું છે.’
બધા દેશ તેમના નૅચરલ મિનરલ રિસોર્સને પ્રોટેક્ટ કરી રાખે છે. તેમ જ પૈસા મેળવવા માટે એને અન્ય દેશોમાં એક્સપોર્ટ કરે છે. મને લાગે છે કે હવે સમય આવી ગયો છે કે આપણે શાહરુખ ખાનને આપણો નૅચરલ રિસોર્સ જાહેર કરી દઈએ. આનંદ મહિન્દ્ર,
‘જવાન’ અને
શાહરુખની સફળતા વિશે


