Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > Viral Video:દીપિકાના ગીત પર બેશરમ થઈ આ ઈન્ફ્લુઅન્સર, આત્મવિશ્વાસ તો જુઓ યુવતીનો

Viral Video:દીપિકાના ગીત પર બેશરમ થઈ આ ઈન્ફ્લુઅન્સર, આત્મવિશ્વાસ તો જુઓ યુવતીનો

02 January, 2023 12:37 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

સોશિયલ મીડિયા પર આ વીડિયો ખુબ જ વાયરલ થયો છે અને યુર્ઝસ યુવતીના આત્મવિશ્વાસની પ્રશંસા કરી રહ્યાં છે.

વીડિયોમાંથી સ્ક્રીનશોટ (તસવીર: ટ્વિટર)

વીડિયોમાંથી સ્ક્રીનશોટ (તસવીર: ટ્વિટર)


દીપિકા પાદુકોણ (Deepika Padukone)અને શાહરૂખ ખાન (Shahrukh Khan)ની આગામી ફિલ્મ `પઠાણ` (Pathaan)નું ગીત `બેશરમ રંગ` વિવાદમાં છે. રિલીઝ થતાની સાથે જ આ ગીત સોશિયલ મીડિયા પર ટ્રોલિંગનો શિકાર બની રહ્યું છે. આ દરમિયાન જ્યાં એક તરફ આ ગીતને લઈને જોરદાર વિવાદ ચાલી રહ્યો છે તો બીજી તરફ ઈન્ટરનેટ પર આ ગીતને ખૂબ પસંદ કરવામાં આવી રહ્યું છે. જો જોવામાં આવે તો આ ગીત પર લોકો રીલ્સ બનાવી ધમાલ મચાવી રહ્યાં છે. તાજેતરમાં સોશિયલ મીડિયામાં એક ઈન્ફ્લુઅન્સરનો વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જે તહેલકો મચાવી રહ્યો છે.

વિડિયોમાં દીપિકા પાદુકોણ જેવા જબરદસ્ત ડાન્સ મૂવ્સ કરનાર આ ઈન્ફ્લુઅન્સરનું નામ તન્વી ગીતા રવિશંકર જણાવવામાં આવી રહ્યું છે, જે ડિજિટલ કન્ટેન્ટ ક્રિએટર છે. વાયરલ થઈ રહેલા વીડિયોમાં તન્વી ગીતા બેશરમ રંગ ગીતના સ્ટેપ્સ રિક્રિએટ કરવાનો પ્રયાસ કરી રહી છે. વીડિયોમાં તન્વી જાંબલી રંગની બિકીનીમાં જોવા મળી રહી છે, જે બીચ પર વૉક કરતી વખતે `બેશરમ` ગીતના હૂક સ્ટેપ્સ કરતી દેખાઈ છે. તેમજ દીપિકા જેવા જ એક્સપ્રેશન આપતી જોવા મળે છે.



 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Tanvi Geetha Ravishankar (@thechubbytwirler)


આ પણ વાંચો: શાહરુખ ખાન જો હિન્દુ હોત તો કેવા હોત? જાણો કિંગ ખાનનો જવાબ


ફેશન ક્રિએટરે `બેશરમ રંગ` ગીતમાંથી દીપિકા પાદુકોણના દરેક ડાન્સ સ્ટેપની નકલ કરવાનો પ્રયાસ કર્યો છે. વીડિયોમાં ઈન્ફ્લુઅન્સર બીચ પર બોલ્ડ ડાન્સ મૂવ્સ કરતી જોવા મળી રહી છે, જેને યુઝર્સ ખૂબ પસંદ કરી રહ્યા છે. આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર thechubbytwirler નામના એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે. વીડિયોને શેર કરતા કેપ્શનમાં લખ્યું છે કે, `બેશરમ બનો,  તમને જે ગમે છે તે કરો, તમને જે ગમ્યું હોય તે પહેરીને અને તમે જે જીવન જીવવા માંગો છો તે જીવવું તમને કોઈની નજરમાં `બેશરમ` બનાવે છે, તો તે એકદમ સારું છે.` 

આ વીડિયોને અત્યાર સુધીમાં 48 હજારથી વધુ લોકોએ લાઈક કર્યો છે. વીડિયો જોયા બાદ યુઝર્સ તેના પર અલગ-અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું, `ખરેખર તમારો ડાન્સ જબરદસ્તા છે અને દરેકને તમારા જેવો આત્મવિશ્વાસ નથી.` બીજી તરફ અન્ય એક યુઝરે લખ્યું કે, `દીપિકાને પણ તમારા જેવો આત્મવિશ્વાસ નહીં હોય, હું આ વાત દાવા સાથે કહી શકું છું.`

Whatsapp-channel Whatsapp-channel

02 January, 2023 12:37 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK