Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > કિયારા અડવાણી સાથે મોટા પડદે રોમાન્સ કરતો જોવા મળશે શાહરૂખ ખાન

કિયારા અડવાણી સાથે મોટા પડદે રોમાન્સ કરતો જોવા મળશે શાહરૂખ ખાન

17 April, 2023 09:08 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

શાહરૂખ ખાન ટૂંક સમયમાં કિયારા અડવાણી સાથે રોમાન્સ કરતો જોવા મળી શકે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ બંને સંજય લીલા ભણસાલીની રોમેન્ટિક ડ્રામા ફિલ્મમાં જોવા મળશે

ફાઇલ તસવીર

ફાઇલ તસવીર


બૉલીવૂડ એક્ટર શાહરૂખ ખાન (Shah Rukh Khan)ની પઠાણ રિલીઝ થઈ ત્યારથી જ ચાહકો તેની બાકીની બે ફિલ્મોની રાહ જોઈ રહ્યા છે. તો સાથોસાથ ચાહકો શાહરૂખ ખાનની નવી ફિલ્મોની જાહેરાત માટે પણ જોઈ રહ્યા છે. દરમિયાન, ચાહકો માટે એક સારા સમાચાર છે. ટૂંક સમયમાં જ કિંગ ખાન કિયારા અડવાણી (Kiara Advani) સાથે રોમાન્સ કરતો જોવા મળી શકે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે શાહરૂખ-કિયારા સંજય લીલા ભણસાલીની ફિલ્મમાં જોવા મળી શકે છે.

શાહરૂખ ખાન ટૂંક સમયમાં કિયારા અડવાણી સાથે રોમાન્સ કરતો જોવા મળી શકે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ બંને સંજય લીલા ભણસાલીની રોમેન્ટિક ડ્રામા ફિલ્મમાં જોવા મળશે. રિપોર્ટ્સ અનુસાર આ ફિલ્મ 2025માં રિલીઝ થશે. જો કે તેના વિશે ચોક્કસ કંઈપણ કહેવું ઘણું મુશ્કેલ છે, કારણ કે સેલેબ્સ, ડિરેક્ટર અથવા પ્રોડક્શન ટીમ તરફથી હજી સુધી કોઈ સત્તાવાર નિવેદન બહાર આવ્યું નથી.



કિયારા અડવાણીના પ્રોજેક્ટ્સ


કિયારા અડવાનની છેલ્લી રિલીઝ ‘ગોવિંદા નામ મેરા’ હતી, જેમાં તે વિકી કૌશલની સાથે જોવા મળી હતી. કિયારા અડવાણીના આગામી પ્રોજેક્ટ વિશે વાત કરીએ તો તે કાર્તિક આર્યનથી લઈને રામ ચરણ સાથે તેમની આગામી ફિલ્મોને લઈને ચર્ચામાં છે. કિયારાના આગામી પ્રોજેક્ટ સત્યપ્રેમ કી કથા અને SVC 50માં જોવા મળશે. મળતી માહિતી મુજબ, સત્યપ્રેમ કી કથા 29 જૂને રિલીઝ થશે. આ બંને ફિલ્મો માટે ચાહકો ઉત્સાહિત છે.

આ પણ વાંચો: વિજય દેવરાકોન્ડા સાથે એડ ફિલ્મ શૂટ કરી સાઉઠની આ સુંદર અભિનેત્રીએ


શાહરૂખ ખાન પ્રોજેક્ટ્સ

ઉલ્લેખનીય છે કે, શાહરૂખ ખાનની કમબેક ફિલ્મ પઠાણે ધમાલ મચાવી છે. ત્યારથી ચાહકો તેના આગામી પ્રોજેક્ટ્સ માટે ઉત્સાહિત છે. પઠાણ બાદ હવે શાહરૂખ ખાન જવાનમાં જોવા મળશે. આ પછી શાહરૂખ ખાન રાજકુમાર હિરાનીની ફિલ્મ ડંકીમાં જોવા મળશે. ડંકીમાં શાહરૂખ ખાન તાપસી પન્નુ સાથે જોવા મળશે.

Whatsapp-channel Whatsapp-channel

17 April, 2023 09:08 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK