શાહરૂખ ખાન (Shah Rukh Khan)અને દીપિકા પાદુકોણ(Deepika Padukone)ની ફિલ્મ પઠાણ(Pathaan)હવે પાડોશી દેશમાં પણ ધમાલ મચાવવા માટે તૈયાર છે.
પઠાણ ફિલ્મ
ભારત અને અન્ય ઘણા દેશોમાં ધમાલ મચાવ્યા બાદ શાહરૂખ ખાન (Shah Rukh Khan)અને દીપિકા પાદુકોણ(Deepika Padukone)ની ફિલ્મ પઠાણ(Pathaan)હવે પાડોશી દેશમાં પણ ધમાલ મચાવવા માટે તૈયાર છે. ફિલ્મ પઠાણ આ વર્ષે જાન્યુઆરીમાં સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. જેણે બોક્સ ઓફિસ પર કમાણીના ઘણા રેકોર્ડ તોડ્યા હતા. હવે શાહરૂખ ખાનની આ ફિલ્મ ભારતના પાડોશી દેશ બાંગ્લાદેશ(Pathaan Release in Bangladesh)માં રિલીઝ થવા જઈ રહી છે. ખાસ વાત એ છે કે ફિલ્મ પઠાણ બાંગ્લાદેશમાં રિલીઝ થનારી પહેલી હિન્દી ફિલ્મ હશે.
આ જાણકારી ફિલ્મ પઠાણના પ્રોડક્શન હાઉસ યશ રાજ ફિલ્મ્સે આપી છે. બાંગ્લાદેશમાં ફિલ્મ રિલીઝ થવા પર ખુશી વ્યક્ત કરતાં YRFના નેલ્સન ડિસોઝાએ માહિતી આપી છે. તેમણે જણાવ્યું કે "અમે અતિ ઉત્સાહિત છીએ કે વિશ્વભરમાં અસાધારણ કમાણી કરનાર પઠાણને હવે બાંગ્લાદેશમાં પ્રેક્ષકોનું મનોરંજન કરવાની તક મળશે! પઠાણ 1971 પછી બાંગ્લાદેશમાં રિલીઝ થનારી પ્રથમ હિન્દી ફિલ્મ બની છે."
ADVERTISEMENT
આ પણ વાંચો: Mother`s Day:માતા સંતાનના મજબુત બૉન્ડને દર્શાવતી રૂવાડાં ઉભા કરી દે એવી ફિલ્મ્સ
તેમણે વધુમાં જણાવ્યું કે `અમે છેલ્લાં કેટલાંક વર્ષોમાં જોયું છે કે બાંગ્લાદેશમાં શાહરૂખ ખાનની ફેન ફોલોઈંગ ખૂબ મોટી છે.` આ ફિલ્મ બાંગ્લાદેશમાં 12 મેના રોજ રિલીઝ થશે. નોંધનીય છે કે શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણ આ વર્ષે 25 જાન્યુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. પઠાણ તમિલ, હિન્દી અને તેલુગુ વર્ઝનમાં રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણ સિવાય જોન અબ્રાહમ, ડિમ્પલ કાપડિયા અને આશુતોષ રાણા સહિતના ઘણા કલાકારો મુખ્ય ભૂમિકામાં હતા. ફિલ્મમાં જ્હોન અબ્રાહમના વિલન પાત્રે પણ ઘણી હેડલાઈન્સ બનાવી હતી. શાહરૂખ અને જ્હોનના ફાઈલ સીન્સ પણ ચાહકોને પસંદ આવ્યા હતા.


