આ વર્ષે રિલીઝ થયેલી શાહરુખની ‘પઠાન’એ ખૂબ ધમાલ મચાવી હતી.
શાહરુખ ખાન
શાહરુખ ખાનની ‘જવાન’ બીજી જૂને નહીં, પરંતુ ૨૯ જૂને રિલીઝ થાય એવી શક્યતા છે. આ વર્ષે રિલીઝ થયેલી શાહરુખની ‘પઠાન’એ ખૂબ ધમાલ મચાવી હતી. ૨૦૧૮માં શાહરુખની ‘ઝીરો’ આવી હતી. ત્યાર બાદથી તેની કોઈ ફિલ્મ નહોતી આવી. એવામાં તેના ફૅન્સ ‘પઠાન’ને લઈને એક્સાઇટેડ થઈ ઊઠ્યા હતા. ડિરેક્ટર ઍટલીની ‘જવાન’માં નયનતારા, વિજય સેતુપતિ અને સાન્યા મલ્હોત્રા પણ જોવા મળશે. જો ફિલ્મને પોસ્ટપોન કરવામાં આવી તો ફિલ્મને ચાર અઠવાડિયાંનો ફાયદો થશે, કેમ કે આયુષમાન ખુરાનાની ‘ડ્રીમ ગર્લ 2’ ૭ જુલાઈને બદલે પચીસ ઑગસ્ટે રિલીઝ થવાની છે. બીજી તરફ કાર્તિક આર્યન અને કિયારા અડવાણીની ‘સત્યપ્રેમ કી કથા’ ૨૯ જૂને રિલીઝ થવાની છે. એથી ‘જવાન’ સાથે ક્લૅશ થવાની શક્યતા છે. જોકે ‘જવાન’ની રિલીઝની તારીખ પાછળ ધકેલાઈ હોવાની માહિતી હજી સુધી સત્તાવાર રીતે નથી આપવામાં આવી. જો એ ફિલ્મ ત્યારે રિલીઝ થઈ તો કાર્તિકની ફિલ્મની ડેટ બદલવામાં આવશે એમાં બેમત નથી.


