Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ‘જવાન’ પોતાનો જ રેકૉર્ડ તોડી રહી છે

‘જવાન’ પોતાનો જ રેકૉર્ડ તોડી રહી છે

12 September, 2023 05:44 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

શાહરુખની ફિલ્મ દરરોજ એક દિવસમાં સૌથી વધુ બિઝનેસ કરવાનો રેકૉર્ડ તોડી રહી છે.

શાહરુખ ખાન

શાહરુખ ખાન


શાહરુખ ખાનની ‘જવાન’ છેલ્લા ચાર દિવસથી પોતાનો જ રેકૉર્ડ રોજેરોજ તોડી રહી છે. આ ફિલ્મ ગુરુવારે રિલીઝ થઈ હતી. પહેલા દિવસે આ ફિલ્મે હિન્દીમાં ૬૫.૫૦ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો. ત્યાર બાદ શુક્રવારે ૪૬.૨૩ કરોડનો બિઝનેસ કર્યો હતો. વીક-એન્ડ આવતાં શનિવારે આ ફિલ્મે એક દિવસમાં સૌથી વધુ બિઝનેસ કરનારી ફિલ્મ બનતાં ૬૮.૭૨ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો. જોકે આ જ રેકૉર્ડ રવિવારે તોડતાં ‘જવાન’એ ૭૧.૬૩ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો. આ ફિલ્મે ચાર દિવસમાં ૨૫૨.૦૮ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. આ ફિલ્મ હિન્દીની સાથે તામિલ અને તેલુગુમાં પણ રિલીઝ થઈ હતી. ચાર દિવસમાં આ ફિલ્મે તામિલ અને તેલુગુમાં ટોટલ ૩૪.૦૮ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. આ ત્રણ ભાષા મળીને ‘જવાન’એ ચાર દિવસમાં ૨૮૬.૧૬ કરોડનો બિઝનેસ કર્યો છે. આ ફિલ્મ એક જ અઠવાડિયામાં સૌથી વધુ બિઝનેસ કરનારી ફિલ્મ બને એવું બની શકે છે. આ ફિલ્મ ‘પઠાન’નો રેકૉર્ડ પણ બહુ જલદી તોડશે એવું લાગી રહ્યું છે. હિન્દી ફિલ્મમાં ‘પઠાન’ અત્યાર સુધીમાં સૌથી વધુ બિઝનેસ કરનારી ફિલ્મ છે અને એ રેકૉર્ડ પણ હવે ‘જવાન’ તોડશે એવું લાગી રહ્યું છે.


Whatsapp-channel Whatsapp-channel

12 September, 2023 05:44 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK