‘The Ba***ds of Bollywood’ના ટાઇટલ-લૉન્ચિંગમાં શાહરુખ ખાને વ્યક્ત કરી દિલની ઇચ્છા
નેટફ્લિક્સની ઇવેન્ટમાં ગૌરી, આર્યન, સુહાના અને શાહરુખ ખાન.
બૉલીવુડના બાદશાહ ગણાતા શાહરુખ ખાને હાલમાં પોતાના દીકરા આર્યનની વેબ-સિરીઝ ‘The Ba***ds of Bollywood’નું ટાઇટલ લૉન્ચ કર્યું છે. આ ઇવેન્ટમાં શાહરુખ ખાને પોતાનાં બાળકો આર્યન અને સુહાનાને પ્રેમ આપવા માટે ફૅન્સને ખાસ અપીલ કરી.
આ લૉન્ચિંગ વખતે શાહરુખે કહ્યું હતું કે ‘મારો દીકરો ડિરેક્ટર બનવાની અને દીકરી ઍક્ટ્રેસ બનવાની દિશામાં આગળ વધી રહ્યાં છે ત્યારે હું દિલથી ઇચ્છું છું કે જે પ્રેમ મને મળ્યો છે એની સરખામણીમાં તેમને ૫૦ ટકા પ્રેમ મળે તો પણ બહુ થઈ જશે.’
ADVERTISEMENT
શાહરુખનાં સંતાનોને બાળપણમાં લાગતું હતું કે બધા જ ટીવીમાં કામ કરે છે
શાહરુખ ખાને પોતાની કરીઅરમાં ટીવીથી બૉલીવુડ સુધીની જર્ની ભારે મહેનતથી ખેડી છે અને આજે તે આ ઇન્ડસ્ટ્રીનો બાદશાહ ગણાય છે. હવે તેનાં બાળકો સુહાના અને આર્યન પણ ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં પ્રવેશ કરી રહ્યાં છે. સુહાના ખાને ‘ધી આર્ચીઝ’ ફિલ્મથી ડેબ્યુ કર્યું છે અને આર્યન ખાન વેબ-સિરીઝ ‘The Ba***ds of Bollywood’થી ડિરેક્શનના ફીલ્ડમાં કામ કરવાની શરૂઆત કરી રહ્યો છે.
હાલમાં શાહરુખે પરિવાર સાથે ‘The Ba***ds of Bollywood’ના ટ્રેલર-લૉન્ચ માટે નેટફ્લિક્સની ઇવેન્ટમાં હાજરી આપી હતી. એ સમયે શાહરુખે પોતાનાં સંતાનોનો બાળપણનો કિસ્સો શૅર કરતાં કહ્યું હતું કે ‘જ્યારે મારાં બાળકો મોટાં થઈ રહ્યાં હતાં ત્યારે તેમનો ઉછેર સેલિબ્રિટીઝ વચ્ચે થઈ રહ્યો હતો. એ સમયે મારા મિત્રો આદિત્ય ચોપડા, હૃતિક રોશન અને કરણ જોહર નિયમિત મારા ઘરે આવતા હતા એને કારણે એક-બે વર્ષ પછી સુહાના અને આર્યને મને પૂછ્યું કે શું દુનિયામાં દરેક વ્યક્તિ ટીવી પર ઍક્ટિંગ કરે છે. હકીકતમાં સુહાના અને આર્યન તેમને ટીવી પર જોતાં હતાં અને તેમનો ઉછેર સેલિબ્રિટીઝ વચ્ચે થયો છે.’

