શાહરુખ ખાનની આગામી ફિલ્મ ‘કિંગ’ રિલીઝ પહેલાં જ ચર્ચામાં છે. અહેવાલો મુજબ ફિલ્મના મ્યુઝિક રાઇટ્સ અંદાજે 50 કરોડ રૂપિયામાં વેચાયા છે, જોકે નિર્માતાઓ તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.
શાહરૂખ ખાન
શાહરુખ ખાનની આગામી ઍક્શન થ્રિલર ફિલ્મ ‘કિંગ’ ક્રિસમસ વીક-એન્ડ દરમ્યાન રિલીઝ થવાની છે. રિલીઝ પહેલાં જ ફિલ્મે મ્યુઝિક-રાઇટ્સને લઈને મોટો રેકોર્ડ બનાવ્યાની ચર્ચા શરૂ થઈ છે. આ ફિલ્મમાં શાહરુખ સાથે તેની દીકરી સુહાના ખાન પણ મહત્ત્વની ભૂમિકામાં જોવા મળશે.
રિપોર્ટ મુજબ ‘કિંગ’ના મ્યુઝિક-રાઇટ્સ ઝી મ્યુઝિકે અંદાજે પચાસ કરોડ રૂપિયામાં ખરીદ્યા છે. જોકે આ વિશે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. તાજેતરમાં રણબીર કપૂરની મેગા બજેટ ફિલ્મ ‘રામાયણ’ના મ્યુઝિક-રાઇટ્સની પણ ભારે ચર્ચા થઈ હતી. મળતી માહિતી પ્રમાણે આ ફિલ્મના બન્ને ભાગના મ્યુઝિક રાઇટ્સ ટી-સિરીઝે લગભગ ૭૫ કરોડ રૂપિયામાં મેળવ્યા છે.
