આર્યનના ડ્રગ્સ કેસના કવરેજથી શાહરુખ હજી પણ ગુસ્સામાં છે
શાહરુખ ખાન દીકરા આર્યન સાથે
શાહરુખ ખાન છેલ્લા ઘણા સમયથી મીડિયાની નજરથી દૂર રહે છે. તે જ્યારે પણ ઍરપોર્ટ પર આવે છે ત્યારે તેના બૉડીગાર્ડ છત્રી લઈને ઊભા હોય છે જેથી કોઈ તેનો ચહેરો ન જોઈ શકે અથવા તો ફોટો ન ક્લિક કરી શકે. આ માટેનું કારણ આર્યન ખાનનો ડ્રગ્સ કેસ છે. આ ડ્રગ્સ કેસમાં આર્યનનું જે રીતે કવરેજ કરવામાં આવ્યું હતું એનાથી તે ગુસ્સે હોવાની ચર્ચા ચાલી રહી છે. તે ૨૦૨૧થી મીડિયા સામે આવવાનું ટાળી રહ્યો છે. તે તેની ફિલ્મો માટેના ઇન્ટરવ્યુ તો દૂર, તે એમનેમ પણ કોઈ પણ પ્રકારનો ઇન્ટરવ્યુ નથી આપી રહ્યો.


