શાહરુખ ખાને તેના બન્ને દીકરાઓ આર્યન ખાન અને અબરામ ખાન સાથે ફિલ્મ ‘મુફાસા : ધ લાયન કિંગ’માં અવાજ આપ્યો છે
શાહરુખ નાના દીકરા અબરામ સાથે
શાહરુખ ખાને તેના બન્ને દીકરાઓ આર્યન ખાન અને અબરામ ખાન સાથે ફિલ્મ ‘મુફાસા : ધ લાયન કિંગ’માં અવાજ આપ્યો છે. ૨૦૧૯માં આવેલી ફિલ્મ ‘ધ લાયન કિંગ’માં આર્યને સિમ્બાના પાત્રને અને શાહરુખે મુફાસાના કૅરૅક્ટરને અવાજ આપ્યો હતો. હવે એની પ્રીક્વલ ‘મુફાસા : ધ લાયન કિંગ’માં ફરીથી તેમનો અવાજ ગુંજશે. એમાં શાહરુખના ૧૧ વર્ષના નાના દીકરા અબરામનો અવાજ પણ આપણને સાંભળવા મળશે. ફિલ્મમાં તેણે યંગ મુફાસાને અવાજ આપ્યો છે. આ ફિલ્મ આ વર્ષે ૨૦ ડિસેમ્બરે થિયેટરમાં હિન્દી, ઇંગ્લિશ, તામિલ અને તેલુગુમાં રિલીઝ થવાની છે. ફિલ્મને લઈને શાહરુખ કહે છે, ‘મુફાસા જંગલનો રાજા છે. તે પોતાનો વારસો સિમ્બાને આપે છે. એક પિતા તરીકે હું સિમ્બા સાથે પોતાને જોડી શક્યો છું.’

