Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > Pathaan Trailer: એક્શન, થ્રિલ અને સસ્પેન્સના ટ્રીપલ ડોઝ સાથે શાહરુખ, દીપિકા અને જૉનનો કિલર અંદાજ, જુઓ

Pathaan Trailer: એક્શન, થ્રિલ અને સસ્પેન્સના ટ્રીપલ ડોઝ સાથે શાહરુખ, દીપિકા અને જૉનનો કિલર અંદાજ, જુઓ

10 January, 2023 01:04 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

પઠાણ ફિલ્મ સંપૂર્ણપણે દેશભક્તિ અને સ્પાય થ્રિલરનો ડબલ ડોઝ આપવા જઈ રહી છે. ફિલ્મનો દરેક સીન રોમાંચથી ભરેલો છે. આ સાથે જ શાહરુખ, દીપિકા અને જૉનનો કિલર અંદાજ જોઈ મજા પડી જાય.

 પઠાણ ફિલ્મ ટ્રેલર રિલીઝ

પઠાણ ફિલ્મ ટ્રેલર રિલીઝ


બૉલિવૂડના બાદશાહ શાહરૂખ ખાન (Shah Rukh Khan)ની મોસ્ટ અવેટેડ ફિલ્મ `પઠાણ` (Pathaan)નું ટ્રેલર આખરે રિલીઝ થઈ ગયું છે. 4 વર્ષની લાંબી રાહ જોયા બાદ તે ફિલ્મ `પઠાણ` દ્વારા કમબેક કરવા માટે તૈયાર છે. ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહેલા દર્શકો માટે `પઠાણ`ના નિર્માતાઓ ટ્રેલર લઈને આવ્યા છે. આજે એટલે કે મંગળવારે સવારે 11 વાગ્યે યશ રાજની યુટ્યુબ પર ચેનલ પર ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું હતું. 

ટ્રેલર એટલું જબરદસ્ત છે કે શાહરૂખના ચાહકો તેને જોઈને ખુશીથી ઉછળવા લાગશે. માત્ર શાહરૂખ ખાન, દીપિકા પાદુકોણ અને જ્હોન અબ્રાહમ જ નહીં પરંતુ પીઢ અભિનેત્રી ડિમ્પલ કાપડિયા પણ ખૂબ જ દમદાર અંદાજમાં જોવા મળે છે.ટ્રેલર સોશિયલ મીડિયામાં છવાઈ ગયું છે. ટ્રેલર રિલીઝ થયાની 15 મીનિટમાં 1 મિલિયન વ્યૂઝ થઈ ગયા. 



ફિલ્મના અદ્ભુત સંવાદો


આ ફિલ્મ સંપૂર્ણપણે દેશભક્તિ અને સ્પાય થ્રિલરનો ડબલ ડોઝ આપવા જઈ રહી છે. ફિલ્મનો દરેક સીન રોમાંચથી ભરેલો છે. અહીં દરેક કલાકારના સંવાદોમાં દેશભક્તિના સંવાદો સાંભળવા મળે છે. બીજી તરફ શાહરૂખની સ્ટાઈલ અદ્ભૂત છે તો દીપિકાનો અંદાજ પણ અચંબો પમાડે એવો છે. 


આ પણ વાંચો: Aryan Khan: શાહરુખ ખાનના દીકરાનું નામ જોડાયું નોરા ફતેહી સાથે? 

આ ફિલ્મ 25 જાન્યુઆરીએ રિલીઝ થશે

સિદ્ધાર્થ આનંદ દ્વારા નિર્દેશિત `પઠાણ`માં શાહરૂખ ખાન, દીપિકા પાદુકોણ અને જોન અબ્રાહમ મુખ્ય ભૂમિકામાં છે. તે 25 જાન્યુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે.

Whatsapp-channel Whatsapp-channel

10 January, 2023 01:04 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK