Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > જોઈ લો શાબાશ મિઠ્ઠુની તાપસી પન્નુને

જોઈ લો શાબાશ મિઠ્ઠુની તાપસી પન્નુને

30 January, 2020 11:54 AM IST | New Delhi

જોઈ લો શાબાશ મિઠ્ઠુની તાપસી પન્નુને

શાબાશ મિઠ્ઠુની તાપસી પન્નુ

શાબાશ મિઠ્ઠુની તાપસી પન્નુ


ઇન્ડિયન વિમેન્સ ક્રિકેટ ટીમની કૅપ્ટન મિતાલી રાજની બાયોપિક ‘શાબાશ મિઠ્ઠુ’નું ફર્સ્ટ લુક તાપસી પન્નુએ શૅર કર્યું છે. આ સ્પોર્ટ્સ-ડ્રામા ૨૦૨૧ની પાંચ ફેબ્રુઆરીએ રિલીઝ થવાની છે. ફિલ્મને અજીત અધરેએ પ્રોડ્યુસ અને રાહુલ ધોળકિયાએ ડિરેક્ટ કરી છે. ફિલ્મનો ફર્સ્ટ લુક ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને તાપસીએ કૅપ્શન આપી હતી કે ‘મને હંમેશાં એમ પૂછવામાં આવતુ હતું કે તારો ફૅવરિટ મેલ ક્રિકેટર કોણ છે, પરંતુ તમારે એમ પૂછવુ જોઈએ કે તારી ફૅવરિટ ફિમેલ ક્રિકેટર કોણ છે. આ નિવેદને ક્રિકેટ પ્રેમીઓને એ વિચારવા પર અને આત્મ વિશ્લેષણ કરવા પર વિવશ કરી દીધા હતાં કે શું તેઓ રમતને પ્રેમ કરે છે કે એને રમનારા જેન્ડરને. સ્કિપર મિતાલી રાજ તું અદ્ભુત ‘ગેમ ચેન્જર’ બનવાની છે.’





થપ્પડ આ વર્ષની પિંક પુરવાર થશે : તાપસી


તાપસી પન્નુનું માનવું છે કે તેની ‘થપ્પડ’ આ વર્ષની ‘પિંક’ સમાન છે. ૨૦૧૬માં આવેલી ‘પિંક’ દ્વારા એક સંદેશ આપવામાં આવ્યો હતો કે જ્યારે કોઈ મહિલા ના કહે તો તેને ના જ સમજવી જોઈએ. અનુભવ સિંહા ‘થપ્પડ’નાં ડિરેક્ટર છે. ૨૮ ફેબ્રુઆરીએ રિલીઝ થનારી આ ફિલ્મમાં તાપસીની સાથે દિયા મિર્ઝા પણ જોવા મળવાની છે.

આ પણ વાંચો : છેડતી કરનારની તાપસી પન્નુએ આંગળી મચકોડી નાખી હતી

અનુભવ સિંહાની પ્રશંસા કરતા તાપસીએ કહ્યું હતું કે ‘અનુભવ સર સાથે કામ કરવાનો અનુભવ હંમેશાંથી અદ્ભુત રહ્યો છે. તેઓ મને આગળ વધવા માટે પ્રેરિત કરે છે. અમે જ્યારે ‘થપ્પડ’ વિશે ચર્ચા કરી રહ્યા હતાં, ત્યારે મેં તરત જ આ ફિલ્મ કરવા માટે હા પાડી હતી. એની સ્ટોરી લોકોને વિચારતાં કરી દેશે. સાથે જ એક એવા વિષય પર પ્રકાશ પાડશે જેની સાથે સમાજને અવગત કરાવવો જરૂરી છે. ફિલ્મનાં દૃષ્ટિકોણને સાકાર કરવાની સાથે અમારી ફિલ્મ દ્વારા અમે જે સંદેશ આપવા માગીએ છીએ એના પરથી લાગે છે કે ‘થપ્પડ’ આ વર્ષની ‘પિંક’ પુરવાર થશે.’

Whatsapp-channel Whatsapp-channel

30 January, 2020 11:54 AM IST | New Delhi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK