છેડતી કરનારની તાપસી પન્નુએ આંગળી મચકોડી નાખી હતી

Published: Jan 30, 2020, 11:54 IST | Mumbai

તાપસી પન્નુએ એક વખત તેની છેડતી કરનારને પાઠ ભણાવવા માટે તેની આંગળી મચકોડી નાખી હતી.

તાપસી પન્નુ
તાપસી પન્નુ

તાપસી પન્નુએ એક વખત તેની છેડતી કરનારને પાઠ ભણાવવા માટે તેની આંગળી મચકોડી નાખી હતી. તાપસી તેનાં બિન્દાસ વર્તનને કારણે ખાસ્સી જાણીતી છે. પોતાની સાથે થયેલી ઘટના પર પ્રકાશ પાડતા તાપસીએ કહ્યું હતું કે ‘ગુરુપરબ દરમ્યાન અમે હંમેશાં ગુરુદ્વારા જતા હતાં. 

મને યાદ છે કે જે લોકો બાહરથી આવતા હતાં તેમનાં ભોજન માટે સ્ટૉલ્સ રહેતા હતાં. એ જગ્યા પર હંમેશાં એટલી તો લોકોની ભીડ વધી જતી હતી કે લોકો એક બીજા સાથે અથડાતા હતાં. એ દરમ્યાન મારો અનુભવ ખૂબ જ કડવો રહ્યો હતો. જોકે આ વખતે મને એ વાતનો અંદાજો આવી ગયો હતો કે જો હું ભીડમાં જઈશ તો કંઈક તો અજુગતુ બનવાનું છે. એનાં માટે હું માનસિક રીતે તૈયાર હતી.

આ પણ વાંચો : મે‌ટ્રિક્સ 4 માટે ચર્ચા કરી રહી છે પ્રિયંકા ચોપડા જોનસ

કોઈ પુરુષ મને પાછળથી સ્પર્શ કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. આ ઘટના ફરીથી મારી સાથે થઈ રહી છે મને અહેસાસ થતા તરત જ એનાં પર રિએક્ટ કરતાં એ માણસની મેં આંગળી મચકોડી નાખી અને એ સ્થાનેથી હું ઝડપથી નિકળી ગઈ
હતી.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK