ફિલ્મ ‘શાદિસ્તાન’ બાદ તે મ્યુઝિકમાં વધુ ઇન્ટરેસ્ટ લઈ રહી છે
કીર્તિ કુલ્હારી
કીર્તિ કુલ્હારીનું કહેવું છે કે ‘શાદિસ્તાન’ બાદ તે મ્યુઝિકમાં વધુ ઇન્ટરેસ્ટ લઈ રહી છે. તેની આ નવી ફિલ્મમાં તે સશાનું પાત્ર ભજવી રહી છે જે ત્રણ છોકરાઓ સાથે બૅન્ડમાં પર્ફોર્મ કરતી હોય છે. આ ફિલ્મમાં કામ કર્યા બાદ મ્યુઝિકમાં જાગેલા ઇન્ટરેસ્ટ વિશે વાત કરતાં કીર્તિ કુલ્હારીએ કહ્યું હતું કે ‘હું દિલથી મ્યુઝિશ્યન છું અને મ્યુઝિકની દુનિયામાં મને ખૂબ જ ઇન્ટરેસ્ટ છે. લીડ રૉક બૅન્ડ વોકલિસ્ટ સશાનું પાત્ર મને ઑફર કરવામાં આવ્યું ત્યારે હું ખૂબ જ ઉત્સાહિત થઈ ગઈ હતી. સશાની ઘણી ક્વૉલિટી મને પસંદ પડી છે. આ પાત્રને કારણે મ્યુઝિકમાં મને જે ઇન્ટરેસ્ટ હતો એ લોકો સમક્ષ રજૂ કરવાની મને તક મળી છે. સશા અને મારા ક્લાસિકલ રૂટ્સ છે. મારા બાળપણમાં હું ક્લાસિકલ મ્યુઝિક શીખી હતી અને મને જ્યારે પણ તક મળે છે ત્યારે હું હજી પણ સિન્ગિંગનાં લેસન્સ લઉં છું. મ્યુઝિશ્યનનું પાત્ર ભજવવું મારે માટે ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ રહ્યું હતું. તેમ જ મને ત્રણ રિયલ લાઇફ મ્યુઝિશ્યન સાથે પણ કામ કરવાની તક મળી. તેમની સાથે કામ કરીને મને મ્યુઝિકના વિવિધ પ્રકાર વિશે ઘણી માહિતી મળી હતી. ‘શાદિસ્તાન’ના કારણે મને મ્યુઝિકમાં વધુ રસ લેવા માટે મોટિવેશન મળ્યું છે.’