‘સેલ્ફી’એ ચાર દિવસમાં ફક્ત ૧૧.૪૦ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે
‘સેલ્ફી’નું પોસ્ટર
અક્ષયકુમારની ‘સેલ્ફી’ના શો હવે કૅન્સલ થઈ રહ્યા છે. આ ફિલ્મમાં તેની સાથે ઇમરાન હાશ્મી પણ છે. આ ફિલ્મને જોઈએ એવી શરૂઆત નથી મળી. અક્ષયકુમારનું ૨૦૨૨નું વર્ષ ખૂબ જ ખરાબ રહ્યું છે. આ વર્ષની શરૂઆત પણ તેની ખરાબ રહી છે. તેની ‘સેલ્ફી’એ ચાર દિવસમાં ફક્ત ૧૧.૪૦ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. ઓપનિંગ વીક-એન્ડ બાદના સોમવારે એટલે કે રવિવારે આ ફિલ્મે ફક્ત ૧.૧૦ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. એની સામે ૨૫ જાન્યુઆરીએ રિલીઝ થયેલી શાહરુખ ખાનની ‘પઠાન’એ ૮૦ લાખ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. આથી થિયેટર્સના માલિક ‘સેલ્ફી’ કરતાં ‘પઠાન’ના શો પર હજી પણ ફોકસ કરી રહ્યા છે.


