સારા અલી ખાને આ રીતે ઊજવી પોતાની ત્રીસમી વર્ષગાંઠ
સારા અલી ખાન
સૈફ અલી ખાન અને અમ્રિતા સિંહની દીકરી સારા અલી ખાનની મંગળવારે ત્રીસમી વર્ષગાંઠ હતી અને સારાએ આ દિવસની ખાસ રીતે ઉજવણી કરી. સારા આ દિવસે મંદિરમાં દર્શન કરવા ગઈ અને ઘરે પૂજા કરી. સારાએ આ ઉજવણીની તસવીર સોશ્યલ મીડિયા પર શૅર પણ કરી. આ પોસ્ટ સાથે સારાએ કૅપ્શનમાં લખ્યું, ‘તમારી શુભેચ્છાઓ માટે દિલથી આભાર.’
સારા પોતાના જન્મદિવસે મંદિરે દર્શન કરવા ગઈ હતી ત્યારે ફોટોગ્રાફર્સે તેને ઘેરી લીધી હતી. આ સમયે સારાએ ફોટોગ્રાફર્સને પોઝ આપ્યા હતા અને તેમની સાથે કેક પણ કટ કરી હતી.


