છેલ્લા કેટલાક સમયથી સારા અલી ખાન અને અર્જુન પ્રતાપ બાજવા વચ્ચે રિલેશનશિપની ચર્ચા ચાલી રહી છે
સારા અલી ખાન તેની બૅગ સાથે
છેલ્લા કેટલાક સમયથી સારા અલી ખાન અને અર્જુન પ્રતાપ બાજવા વચ્ચે રિલેશનશિપની ચર્ચા ચાલી રહી છે. આ બન્ને થોડા સમય પહેલાં કેદારનાથમાં જોવા મળ્યાં હતાં. એ પછી હાલમાં તેઓ દિલ્હીના ગુરુદ્વારામાં સાથે જોવા મળ્યાં હતાં એનો વિડિયો પણ વાઇરલ થયો હતો. આમ સારા અને અર્જુન જાહેરમાં અનેક વખત સાથે જોવા મળતાં તેમની રિલેશનશિપની ચર્ચાને વેગ મળ્યો છે. હાલમાં સારા ઍરપોર્ટ પર જોવા મળી હતી ત્યારે તેની પાસે જે બૅગ હતી એના પર અર્જુનનો ‘A’ અને સારાનો ‘S’ ખાસ ડિઝાઇન કરીને લખાયેલા હતા. આમ સારાની બૅગ જાણે તેના પ્રેમપ્રકરણનો પુરાવો આપી રહી હતી.
અર્જુન સુપરમૉડલ અને ઍક્ટર હોવાની સાથે-સાથે ભારતીય જનતા પાર્ટી (BJP)નો નેતા પણ છે. અર્જુનના પિતા ફતેહ જંગ સિંહ બાજવા પંજાબના વરિષ્ઠ નેતા છે અને હાલમાં BJPના પંજાબ ઉપાધ્યક્ષના પદ પર છે. આ પહેલાં તેઓ કૉન્ગ્રેસના ધારાસભ્ય રહી ચૂક્યા છે.


