Bollywood Vanity Vans Demand: સંજય ગુપ્તાએ કહે છે કે હું અમુક કલાકારોને જાણું છું કે જેમની પાસે છ મેકઅપ વૅન છે. તે ફરજિયાત છે.
સંજય ગુપ્તા
બોલીવુડમાં ફિલ્મનિર્માતાઓ અને કલાકારો વચ્ચે અનેક મુદ્દાઓ પર ઘર્ષણ થયા જ કરતુ હોય છે. છેલ્લા અમુક સમયથી નિર્માતાઓએ કલાકારોની સાથે આવતા કર્મચારીઓના ખર્ચાઓ અંગે રોષ ઠાલવી (Bollywood Vanity Vans Demand) રહ્યા છે. તાજેતરમાં જ એક જાણીતા ડિરેક્ટર સંજય ગુપ્તાએ મોટો ખુલાસો કર્યો હતો. સંજય ગુપ્તાએ કહ્યું હતું કે કેટલાક બોલિવૂડ કપલ તો હવે રસોડાની વૅન સહિત અગિયાર વેનિટી વૅનની માંગ કરવા લાગ્યા છે. જેનાથી પ્રોડક્શનનો ખર્ચમાં વધી જતો હોય છે. આ વિષે વાત કરતા તેઓએ અમિતાભ બચ્ચનનો પણ ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું હતું કે અમિતાભ હંમેશા પોતાના સ્ટાફનો ખર્ચ જાતે જ ભોગવે છે. પણ નવાસવા આવેલા કલાકારો એનાથી સાવ ઊંધુ વર્તન કરતા જોવા મળે છે.
સંજય ગુપ્તાએ કહે છે કે હું અમુક કલાકારોને જાણું છું કે જેમની પાસે છ મેકઅપ વૅન છે. તે ફરજિયાત છે. પહેલી વૅન તેમની વ્યક્તિગત સ્પેસ માટે. જ્યાં તેઓ બધા નગ્ન થઈને બેસે છે. ત્યારબાદ બીજી વૅન હોય છે જ્યાં સાબ મેકઅપ અને હેર કટ કરે છે. એના પછીની વૅન કે જેમાં સાબ મીટિંગ્સ કરે છે. પછી ચોથી વૅન હોય છે જ્યાં તેમનું જિમ છહિય છે અને તેઓ ત્યાં કસરત કરે છે. તેઓ આગળ કહે છે કે જ્યારે વર્કઆઉટ વૅન લાવવામાં આવે છે, ત્યારે તેનો અર્થ ફક્ત વૅન નથી હોતો. (Bollywood Vanity Vans Demand) તેમાં એક ટ્રેનર, એક સહાયક, એક ડ્રાઇવર અને એક મેન્ટેન્સ કરનારનો પણ સમાવેશ થાય છે. એટલે કે એક જ વૅનમાં છ લોકો બેઠેલા હોય છે. એટલું ઓછું હોય એમ મેકઅપ અને હેર ટીમ અને જેમાં સ્ટાઈલિસ્ટનો પણ સમાવેશ થાય છે. આ બધા જ લોકો પાચા પોતાના આસિસ્ટંટને લાવતા હોય છે. આમ, પેલી પાંચ વૅનના કર્મચારીઓને સમાવવા માટે છઠ્ઠી વૅનની જરૂર પડતી હોય છે.
ADVERTISEMENT
સંજય ગુપ્રા ઉમેરે છે કે, "સ્ટાર કપલ પણ અલગ વૅન (Bollywood Vanity Vans Demand)ની માંગ કરે છે, જેનાથી ખર્ચ ઘણો વધી જાય છે. આમ જોતા, સેટ પર ૧૧ વૅન આવે છે. આ કપલ ઘરે તો ભેગા જ જમે છે ને? કારણ કે પતિ-પત્ની છે, તેમ છતાં પોતાની અલગ કિચન વૅન લાવે છે. હું જરા પણ અતિશયોક્તિ નથી કરી રહ્યો. આવું બને જ છે."
આનાથી વિપરીત બચ્ચન માટે કહેતા તેઓ ઉમેરે છે કે, "મિસ્ટર બચ્ચન ક્યારેય પોતાના કર્મચારીઓને પૈસા આપવા દેતા નથી. તેઓ ઉપરથી કહે છે કે એ મારું કામ છે. તેઓ કાઈ નિર્માતાના ચોકીદાર થોડા છે. તેમનો મેકઅપ મેન, તેમનો હેરસ્ટાઇલિસ્ટ, તેમનો ડ્રાઈવર, તેમનો દીકરો... તે તમારા માટે મિસ્ટર બચ્ચન છે. પણ, હવે, બે કે ત્રણ સહાયકોની ટીમ ૩૦ની ટીમ (Bollywood Vanity Vans Demand) બની ગઈ છે"
વળી, ખોરાક તો એક બીજો જ મુદ્દો છે. કોઈ કલાકારને ભૂખ્યા થોડા રખાય?. તેમની માટે રસોઇયો આખો દિવસ સેટ ખડેપગે હોય છે. ગ્રામમાં તોલી તોલીને ભોજન આપે છે.


