બેબી-બમ્પ સાથેની શૂરાની તસવીરો વાઇરલ થઈ રહી છે
શૂરા ખાન
સલમાન ખાનના પરિવારમાં નાના બાળકનું આગમન થવાનું છે. સલમાનનો ૫૭ વર્ષનો નાનો ભાઈ અરબાઝ ફરીથી પિતા બનવાનો છે અને તેની બીજી પત્ની શૂરા ખાન પ્રેગ્નન્ટ છે. છેલ્લા કેટલાક સમયથી શૂરાની પ્રેગ્નન્સીની ચર્ચા ચાલી રહી હતી પણ હવે શૂરાએ જાહેરમાં બેબી-બમ્પ સાથે દેખાઈને આ વાત કન્ફર્મ કરી દીધી છે. શૂરાનો એક વિડિયો સોશ્યલ મીડિયા પર ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે જેમાં તે પહેલી વાર બ્લૅક ટાઇટ ડ્રેસમાં બેબી-બમ્પ ફ્લૉન્ટ કરતી જોવા મળી રહી છે.
શૂરાની પ્રેગ્નન્સીથી સમગ્ર ખાન-પરિવારમાં ખુશીનું વાતાવરણ છે. સલમાનને બાળકો ખૂબ પસંદ છે અને તે ઘરનાં તમામ બાળકોની બહુ નજીક છે. અરબાઝનું આ બીજું સંતાન છે. અરબાઝ ખાન અને મલાઇકા અરોરાએ ૧૯૯૮માં લગ્ન કર્યાં હતાં. આ લગ્નથી બન્નેનો એક પુત્ર અરહાન પણ છે પણ તે તેની મમ્મી સાથે રહે છે. મલાઇકા અને અરબાઝે ૨૦૧૭માં છૂટાછેડા લઈ લીધા હતા. આ નિર્ણયથી દરેકને મોટો આંચકો લાગ્યો હતો. પરંતુ પછી બન્ને પોતાના જીવનમાં આગળ વધી ગયાં. આ ડિવૉર્સ પછી અરબાઝે શૂરા ખાન સાથે બીજાં લગ્ન કરી લીધાં તો મલાઇકાનું થોડા સમય પહેલાં જ અર્જુન કપૂર સાથે બ્રેકઅપ થયું છે.

