આ છે ફિટનેસ જાળવવા માટે સલમાન ખાનની રૂટીન ડાયટ
સલમાન ખાન
થોડા સમય પહેલાં એક ડાન્સ દરમ્યાન સલમાન ખાનની ફાંદ દેખાઈ ગઈ હતી અને એ મુદ્દો ચર્ચાસ્પદ બન્યો હતો. એ સમયે લોકોએ તેની ફિટનેસ પર સવાલ ઉઠાવવાનું શરૂ કર્યું હતું. જોકે તાજેતરમાં ‘ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શો’માં જોવા મળેલો સલમાન સંપૂર્ણ ફિટ દેખાતો હતો. આ શો દરમ્યાન સલમાને પોતાની ડાયટનો ઉલ્લેખ કર્યો અને સાથે જ ૮૯ વર્ષની ઉંમરે તેના પિતા સલીમ ખાનનાં ખાનપાન વિશે વાત કરી હતી.
સલમાને કહ્યું હતું કે ‘મારા પિતા સલીમ ખાન ભૂખ ઓછી હોવા છતાં ભરપૂર ખોરાક લે છે. તેઓ હજી પણ દિવસમાં બે વખત ૨-૩ પરાઠાં, રાઇસ, નૉન-વેજ અને મીઠાઈ ખાય છે.’
ADVERTISEMENT
પિતાના સ્વાસ્થ્ય અને દૈનિક દિનચર્યાની પ્રશંસા કરતાં સલમાને કહ્યું હતું કે ‘તેમનું મેટાબોલિઝમ અને ડિસિપ્લિન જબરદસ્ત છે. તેઓ દરરોજ સવારે બૅન્ડસ્ટૅન્ડ સુધી ચાલવા જાય છે. એ જોઈને અમને ખૂબ આનંદ થાય છે. અમને પિતા પર ગર્વ છે.’
ખાનપાનને લઈને પોતાની વાત કરતાં સલમાને કહ્યું હતું કે તે દરેક ફૂડ ખૂબ સંયમ સાથે ખાય છે અને તેના રૂટીન ડાયટમાં માત્ર એક ચમચી રાઇસ, થોડાં શાકભાજી અને ચિકન, મટન કે ફિશ હોય છે.


