Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > સલમાને યોજ્યું માતૃભૂમિ : મે વૉર રેસ્ટ ઇન પીસનું સ્પેશ્યલ સ્ક્રીનિંગ

સલમાને યોજ્યું માતૃભૂમિ : મે વૉર રેસ્ટ ઇન પીસનું સ્પેશ્યલ સ્ક્રીનિંગ

Published : 04 June, 2026 10:15 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ પછી સલમાને તેમનાં સૂચનો માગ્યાં હતાં અને એના આધારે ફિલ્મમાં જરૂરી ફેરફાર કરવાનો નિર્ણય લીધો હતો

સ્પેશ્યલ સ્ક્રીનિંગમાં ઉપસ્થિત કલાકારો

સ્પેશ્યલ સ્ક્રીનિંગમાં ઉપસ્થિત કલાકારો


સલમાન ખાનની આગામી ફિલ્મ ‘માતૃભૂમિ : મે વૉર રેસ્ટ ઇન પીસ’ની રિલીઝની તારીખ તો નક્કી નથી પણ તે આ ફિલ્મ સાથે કોઈ સમાધાન નથી કરવા ઇચ્છતો. હાલમાં સલમાને આ ફિલ્મનું સ્પેશ્યલ સ્ક્રીનિંગ યોજ્યું હતું. ખારમાં આવેલા સલમાનના ખાનગી પ્રિવ્યુ થિયેટરમાં યોજાયેલા આ સ્ક્રીનિંગમાં તેના નજીકના મિત્રો ઉપરાંત સુભાષ ઘઈ, કબીર ખાન, સૂરજ બડજાત્યા સહિત કેટલાક જાણીતા દિગ્દર્શકો પણ હાજર રહ્યા હતા. આ પછી સલમાને તેમનાં સૂચનો માગ્યાં હતાં અને એના આધારે ફિલ્મમાં જરૂરી ફેરફાર કરવાનો નિર્ણય લીધો હતો. આ પછી સલમાને પોતાના નજીકના મિત્રવર્તુળ અને હાજર ડિરેક્ટર્સને વિનંતી કરી હતી કે તેઓ પોતાની આગામી ફિલ્મો માટે ‘માતૃભૂમિ : મે વૉર રેસ્ટ ઇન પીસ’ની હિરોઇન ચિત્રાંગદા સિંહને ચોક્કસપણે ધ્યાનમાં રાખે.
 ‘માતૃભૂમિ’નું લગભગ તમામ કામ પૂર્ણ થઈ ગયું છે અને માત્ર પોસ્ટ-પ્રોડક્શનનું થોડું કામ બાકી છે. ફિલ્મને કેવી રીતે, ક્યારે અને ક્યાં રિલીઝ કરવી એ વિશે સલમાને હજુ અંતિમ નિર્ણય લીધો નથી.


Whatsapp-channel Whatsapp-channel

04 June, 2026 10:15 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK