તેણે પોતાના સોશ્યલ મીડિયા અકાઉન્ટમાં તેની તસવીરો શૅર કરીને જોનર કોનરની ટૅલન્ટનાં બહુ વખાણ કર્યાં હતાં
સલમાન ખાન
સલમાન ખાન હાલમાં ૧૫ વર્ષના એક અમેરિકન સિંગર જોનર કોનરનો મોટો ફૅન બની ગયો છે. તેણે પોતાના સોશ્યલ મીડિયા અકાઉન્ટમાં તેની તસવીરો શૅર કરીને જોનર કોનરની ટૅલન્ટનાં બહુ વખાણ કર્યાં હતાં અને સાથે-સાથે એમ પણ કહ્યું હતું કે ભારતમાં પણ ઘણાં ટૅલન્ટેડ બાળકો છે તેમને સપોર્ટ કરવો જોઈએ.

ADVERTISEMENT
પોતાની આ પોસ્ટમાં સલમાને લખ્યું હતું કે ‘મેં ક્યારેય ૧૫ વર્ષના બાળકને પીડાની આટલી સારી રીતે રજૂ કરતો નથી જોયો. ભગવાન તને આશીર્વાદ આપે જોનસ કોનર. હું વારંવાર તારાં સૉન્ગ સાંભળી રહ્યો છું. જો આપણે આવાં બાળકોને ટેકો ન આપીએ તો આપણે શું કર્યું કહેવાય? જોનર કોનરનાં ગીતો અંગ્રેજીમાં છે. આપણી પાસે પણ આવાં ઘણાં પ્રતિભાશાળી બાળકો છે તેમને પ્રોત્સાહિત કરો, તેમનું શોષણ ન કરો.’


