ભાઈજાનનું કહેવું છે કે જ્યારે બન્ને ભાઈઓ એક સ્ક્રિપ્ટ પર સહમત થશે ત્યારે ફિલ્મ બનશે
સલમાન ખાન
સલમાન ખાને ‘દબંગ 4’ને લઈને જણાવ્યું છે કે જ્યારે હું અને મારો ભાઈ અરબાઝ ખાન એક સ્ક્રિપ્ટ ફાઇનલ કરશે ત્યારે ફિલ્મ બનશે. અરબાઝ ખાને પ્રોડ્યુસ કરેલી ફિલ્મ ‘પટના શુક્લા’નું હાલમાં પ્રીમિયર યોજાયું હતું. એ દરમ્યાન હાજર સલમાનને ‘દબંગ 4’ વિશે પૂછવામાં આવ્યું હતું. એનો જવાબ આપતાં સલમાને કહ્યું કે ‘બહુત જલ્દી, જૈસે હી હમ દોનોં ભાઈ એક હી સ્ક્રિપ્ટ મેં લૉક હો જાએંગે. તે કાંઈક અલગ બનાવવા માગે અને હું કાંઈક અલગ બનાવવા માગું છું. જે ક્ષણે અમે બન્ને એક સ્ક્રિપ્ટ લૉક કરીશું ત્યારે ‘દબંગ 4’ બનશે.’