અક્ષયકુમાર અને ટાઇગરને સલમાન ખાનની શુભેચ્છા
સલમાન ખાન
સલમાન ખાને હાલમાં અક્ષયકુમાર અને ટાઇગર શ્રોફનાં વખાણ કર્યાં છે. તેમની ‘બડે મિયાં છોટે મિયાં’નું ટ્રેલર ગઈ કાલે રિલીઝ થયું હતું. આ ફિલ્મમાં તેમની સાથે માનુષી છિલ્લર, આલિયા ફર્નિચરવાલા અને પૃથ્વીરાજ સુકુમારન પણ છે, જે ઈદ પર રિલીઝ થઈ રહી છે. પૃથ્વીરાજ વિલનના રોલમાં છે અને તે એક પાવરફુલ હથિયારને હાઇજૅક કરી લે છે. અક્ષય અને ટાઇગર તેને છોડાવવા જાય છે. આ ટ્રેલરને શૅર કરતાં સલમાન ખાને લખ્યું છે કે ‘‘બડે મિયાં છોટે મિયાં’, અક્કી અને ટાઇગર તમને ફિલ્મ માટે શુભેચ્છા. આ ખૂબ મોટી હિટ ફિલ્મ બનશે. મને ટ્રેલર ખૂબ ગમ્યું છે. અલી અબ્બાસ ઝફર, તારે આ ફિલ્મ દ્વારા ‘ટાઇગર’ અને ‘સુલતાન’નો રેકૉર્ડ તોડવો પડશે. અક્ષયકુમાર અને ટાઇગર શ્રોફ મને એવી આશા છે કે તમે હિન્દુસ્તાનને અને હિન્દુસ્તાન તમને ઈદી આપશે.’

