Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > Entertainment Updates: સાક્ષી તનવરનું મરાઠી મુલગી લુકમાં રૅમ્પ-વૉક

Entertainment Updates: સાક્ષી તનવરનું મરાઠી મુલગી લુકમાં રૅમ્પ-વૉક

Published : 28 April, 2026 11:21 AM | Modified : 28 April, 2026 11:35 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સાક્ષી તનવરે તાજેતરમાં પુણેના  એક ફૅશન-શોમાં એક બ્રૅન્ડ માટે શોસ્ટૉપર તરીકે નવવારી સાડી અને નથ જેવાં પરંપરાગત આભૂષણો પહેરીને  પરંપરાગત મરાઠી મુલગીના લુકમાં રૅમ્પ-વૉક કર્યું હતું.

સાક્ષી તનવરનું મરાઠી મુલગી લુકમાં રૅમ્પ-વૉક

સાક્ષી તનવરનું મરાઠી મુલગી લુકમાં રૅમ્પ-વૉક


સાક્ષી તનવરે તાજેતરમાં પુણેના  એક ફૅશન-શોમાં એક બ્રૅન્ડ માટે શોસ્ટૉપર તરીકે નવવારી સાડી અને નથ જેવાં પરંપરાગત આભૂષણો પહેરીને  પરંપરાગત મરાઠી મુલગીના લુકમાં રૅમ્પ-વૉક કર્યું હતું. આ ઇવેન્ટમાં સાક્ષીના રૉયલ લુક અને રૅમ્પ-વૉકની સોશ્યલ મીડિયા પર ઘણી ચર્ચા થઈ હતી.

યશની ટૉક્સિક અને બૉબી દેઓલની બંદરની થશે બૉક્સ-ઑફિસ પર ટક્કર



બૉબી દેઓલને લીડ રોલમાં ચમકાવતી અનુરાગ કશ્યપની ફિલ્મ ‘બંદર’ની રિલીઝ-તારીખ હવે બદલાઈ ગઈ છે. નિર્માતાઓએ અગાઉ જાહેરાત કરી હતી કે ‘બંદર’ બાવીસ ફેબ્રુઆરીએ રિલીઝ થશે, પરંતુ હવે એની રિલીઝ-તારીખ પોસ્ટપોન કરવામાં આવી છે. હવે નિર્માતાઓએ જાહેરાત કરી છે કે આ ફિલ્મ પાંચ જૂને વર્લ્ડવાઇડ રિલીઝ થશે.  આનો મતલબ એ છે કે જૂનની શરૂઆતમાં જ બૉક્સ-ઑફિસ પર બોબીની ટક્કર યશ સાથે થવાની છે. હકીકતમાં બૉબીની ‘બંદર’ પાંચ જૂને રિલીઝ થઈ રહી છે અને એના એક દિવસ પહેલાં એટલે કે ૪ જૂને યશની ફિલ્મ ‘ટૉક્સિક’ રિલીઝ થવાની છે. એટલે બન્ને ફિલ્મો વચ્ચે સીધી ટક્કર કન્ફર્મ છે.


આવી રહી છે કિલની સીક્વલ

૨૦૨૪માં રાઘવ જુયાલ અને લક્ષ્ય લાલવાણીની ‘કિલ’ રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં ઍક્શન અને થ્રિલનો ઓવરડોઝ હતો અને દર્શકોને આ ફિલ્મ બહુ પસંદ પડી હતી. આ ફિલ્મે પોતાના બજેટથી બમણી કમાણી કરી હતી. હવે ફિલ્મની જબરદસ્ત સફળતાને ધ્યાનમાં રાખીને નિર્માતાઓએ બે વર્ષ બાદ ‘કિલ’ની સીક્વલ લાવવાની જાહેરાત કરી છે. 
રિપોર્ટ પ્રમાણે આ સીક્વલ પર કામ પણ શરૂ થઈ ગયું છે જેમાં નવી ટાઇમલાઇન જોવા મળશે. આ સીક્વલમાં લક્ષ્ય જ લીડ રોલમાં હશે અને ફિલ્મની ટીમ આ વર્ષે સપ્ટેમ્બર સુધીમાં શૂટિંગ શરૂ કરવાનું પ્લાનિંગ કરી રહી છે.


સ્લિમ ઍન્ડ ટ્રિમ બાબિલ ખાન

ગઈ કાલે અંધેરી-વેસ્ટમાં વીરા દેસાઈ રોડ પર જોવા મળેલો બાબિલ ખાન. તે સદ્ગત ઍક્ટર ઇરફાનનો દીકરો છે. બાબિલે છેલ્લા થોડા સમયમાં પોતાની ફિટનેસ પર ઘણું ધ્યાન આપ્યું છે અને તે સ્લિમ ઍન્ડ ટ્રિમ થઈ ગયો છે. 
તસવીર : સતેજ શિંદે

Whatsapp-channel Whatsapp-channel

28 April, 2026 11:35 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK